________________
(૧૯૩) પ્રયાસે, વિના કટે અને કેઈને પણ કંઈ ઈજા ક્યા વિના પ્રાપ્ત થયું છે. એનું ભાગ્ય અત્યારે સુર્ય કરતાં પણ વધારે ચળકતું થયું છે. એના પિબાર પાશાને મારાથી પહોંચી શકાય તેમ નથી મનુષ્ય ગમે તે ધારે, પણ આખર કરવું તે દેવના જ હાથમાં છે.” એમ ચિંતવીને શેઠ કંઈક સંતોષ અને કંઈક ઈર્ષા પાપે.
શ્રીપતિ શેઠ પાસે હવે કઈ બહેશ વેપાર ખેલનાર ન રહ્યો, એટલે તે કામ તેણે પોતાના હાથમાં લીધું. તેથી તેને મહિનીને મેહ કંઈક ન્યુન થવા લાગ્યા. વેપારની ભાંજઘડમાં પડતાં તે રેજ તો શું પણ આઠ દિવસે એકવાર મેહિની પાસે જવા પામતે, એટલે તેણે પણ શેઠની મોટી આશા મુકી દીધી. મતિસાગરે વેપાર એટલે બધો વધારી મુક્યો હતો કે તે બધા પર સંપુર્ણ દેખરેખ રાખવા જતાં પણ શેઠને મુશ્કેલી આવવા લાગી. જ્યારે તે વધારે ગુંચવાયે ત્યારે મોહિનીને મનથી પણ રજા આપી દીધી, એટલે ત્યાં જવાનું બંધ ૨મ્યું.
કેટલાક વખત પછી સારે વેપાર ખેલતાં શ્રીપતિ શેઠને અણધાર્યો માટે લાભ થયે. તેથી તેણે પોતાના વતન તરફ જવાને વિચાર ર્યો પરંતુ જતાં જતાં એકવાર અતિસાગરને મળવાની તેને ઈચ્છા થઈ. મંત્રીને માણસ મેકલીને તેણે પોતાની ઈચ્છા જણાવી, એટલે મંત્રીએ ઘણું જ ખુશીથી તેને મળવાને માટે છુટ આપી. પછી શ્રીપતિ શેઠના આવતાં તેણે સન્માન પુર્વક બેસાડયા અને સુખ દુઃખના સમાચાર પૂછયા. છેવટે મંત્રીએ જણાવ્યું કે શેઠજી! કંઈ અગત્યનું કામ હોય તો કહે, તમારે માટે મારા અંતરમાં માને છે. તમારા સહવાસથી આજે હું આ સ્થિતિને પામે છું શેઠ! કારણ વિના કાર્ય ન થાય. તમારા કારણે મારી સ્થિતિ સુખમય બની છે. જો કે તેમાં ભાગ્યની તે મુખ્યતા હોયજ છે, છતાં બાહ્ય કારણે પણ તેમાં મદદગાર થાય છે. બેલા શેઠ! મારા લયિક કામમાં હું તમને મદદ કરીશ, કહેતાં કઈ રીતે સંકેચાશે નહિ. મને અત્યારે તમારે મિત્ર સમજીને વાત કરજે.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org