________________
(૧૫૭) ધીરજ આપનાર પણ કઈ નહિ હોય. પ્રભુ! પ્રભુ !! આ તે મને શું સૂકું ? હા !! હવે મારાથી ત્યાં કઈ રીતે અત્યારે જવાય તેમ નથી બસ, આ પરથી મારો વિપત્તિકાળજ પાસે આવ્યો લાગે છે.
વિનારી વિપરિદ્ધિઃ” એજ મારા વિનાશ કાળની નિશાની છે. નહિ તે હું દરેક કામ વિચારીને કરનાર છતાં મને આવી મતિ કેમ સૂજી ? બરાબર છે. સંકટ સમુખ હોય, ત્યારે એમજ થાય છે. કારણકે
“ સંપર્વ મકૃમથ જન્મ, તથાપિ ના સુસુમ પૂજાય છે प्रायःसमापनविपत्तिकाले,
धियोऽपि पुंसां मलिना भवन्ति “॥ . સુવર્ણના મૃગલાનો જન્મ સંભવતો નથી, છતાં રામચંદ્ર તેને માટે લલચાય. ખરેખર ! વિપત્તિકાળ પાસે આવે, ત્યારે માણસની મતિ મલીન–વિપરીત થઈ જાય છે. ઠીક છે, થવાનું હતું તે થયું. હવે કપાત કરવાથી શું વળવાનું હતું ? તે મહાસતી અને ધર્મિષ્ઠ છે. તેથી શીલના પ્રભાવથી તેને હરકત આવવાની નથી, છતાં કદાચ કષ્ટ આવશે, તે તે સહન કરવાની તેનામાં અજબ શકિત છે. તેવા કષ્ટને તે પિતાના પાવન જીવનની કસટી રૂપજ સમજી લેશે.”
એમ ધારી નિરૂપાય થઈને છેવટે તેણે વાણોતરનું પદ સ્વીકાર્યું. જો કે મંત્રી શ્રીપતિ શેઠને અજાણ હતે. છતાં રસ્તામાં ડહાપણ ભરેલી અને ફવિક્રયની વાત કરતાં તેણે શેઠનું મન આકષી લીધું હતું. પિતાના જુના માણસે કરતાં પણ મંત્રી ઉપર શેઠને વિશ્વાસ વધારે થા. આથી તેણે પોતાના વેપારની લગામ મંત્રીને જ સેપી દીધી, અને બીજા મહેતા મુત્સદી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org