________________
એટલે–સ્વર્ગમાં દેવાંગનાઓની શું ખોટ પડી હતી કે ઈંદ્ર અહલ્યા તાપસીનું સેવન કર્યું? અહો! જ્યારે હદયરૂપ પર્ણકુટીમાં કામાગ્નિ પૂરજોસમાં પ્રગટી નીકળે છે, ત્યારે પંડિતાઈને પાટલે બેસનાર પણ કઈ ઉચિત કે અનુચિતના વિચારથી વેગળા થઈ બેસે છે.
અરે ! સામાન્ય પુરૂ પાસે તે એ મકરધ્વજ દેવે પાણી ભરાવ્યું અને પિતાની સેના જે વનિતાવ, તેના દાસ બનાવી . દીધા, પરંતુ પ્રભુતાને પિટલ ઉપાડનાર એવા હરિ હરાદિક પણ એની મોહજાળથી કયાં બચી શક્યા છે? એક કવિએ કુસુમાયુધને નમસ્કાર કરતાં કહી બતાવ્યું છે કે –
“શુંમરઘંદર રિક્ષાનાં, येनाक्रियन्त सततं गृहकर्मदासाः । वाचामगोचर चरित्रपवित्रिताय
तस्मै नमो बलवते कुसुमायुधाय " || અહો ! બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરને દયિતાઓના દાસ બનાવીને જેણે સતતું ગૃહકર્મ કરાવ્યું, એ વાણીને અગોચર ચરિત્રયુકત એવાં તે બલિષ્ઠ કુસુમાયુધ-કામદેવને નમસ્કાર થાઓ.
એ મદનની મસ્તાનીમાં મસ્ત બનેલ તે શ્રીપતિ શેઠ પેલી મહિનીના મેહમંત્રની માળા ફેરવી રહ્યો હતો. પિતાના શબ્દની શેઠને કેવી અસર થાય છે, તે જાણવાને મંત્રીની ઈચ્છા ના હતી. એટલે તરતજ પિતાના કામે લાગ્યું. શેઠ પણ પિતાને જોઈતી હતી રકમ લઈને વેશ્યાના વાસસ્થાનમાં જઈ વિવિધ વિલાસ કરવા લાગ્યો.
શેઠની તાલાવેલીથી મેહિનીના જાણવામાં આવી ગયું કે– શેઠ હવે મદનની મસ્તીમાં ગાંડેર બને છે.” એમ ધારીને તે ચિંતવવા લાગી કે –“આના જે લક્ષ્મીને લાડકવાયો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org