________________
(૧૦૮). અહા! આ મારી સ્ત્રી માંદી પડી છે, તેને દવા તો દૂર રહી પણ કાંજી મળવી મુશ્કેલ થઈ પડી છે, અરે રે કામ વિના કયાં જઈએ અને શું કરીએ ?’ ' આ મારી બેરી બિચારી હજી હમણાજ સુવાવડમાંથી ઉઠી છે. તેનું બચ્ચું નાનું છે ખાવા ધાનના સાંસા છે. તેથી ધાવણ વિના તે બિચારું પુષ્પ કરમાય છે.
- “અરે! આ મારા વૃદ્ધ માબાપની સેવા તે હું શી રીતે કરૂ ? ધંધા વિના કયાં જઈને માથું ફોડું ? અહા ! કેવો વસમો વખત આવ્યે છે?”
એ પ્રમાણે શેરીએ શેરીએ ફરતાં, ગરીબોના ઝુંપડામાં થતી ચચા રાજાના સાંભળવામાં આવી તેથી તેના અંતરમાં દયા ઉભરાઈ આવી તરતજ તે પાછા વળે અને પિતાના એકાંત ભવનમાં આવીને વિચાર કરવા લાગ્યો કે –“ અહે! હું કેટલે બધે પ્રમાદી કે પ્રજા આટલી બધી પીડાય છે, છતાં તેના દુ:ખ ટાળી શક્તા નથી. જે પ્રજાને આમ પીડાતી જોઈને તેના સંકટે શમાવી ન શકું તો હું પ્રજાપાલના પદને લાયક જ ન ગણુઉં પ્રજાનું પાલન કરવાની જે પ્રતિજ્ઞા કરવી એજ રાજાઓનું રાજત્વ છે. કહ્યું છે કે
“વિ રાખો,
स्वर्गद्वारमनर्गलम् । -
ચહાત્મનઃ પ્રતિજ્ઞા ,
प्रजा च परिपाल्यते" . એટલે--રાજાઓનું એજ સ્વર્ગદ્વાર કહેવાય છે કે પ્રજાને પુત્રવત્ સંભાળવાની જે પ્રતિજ્ઞા કરવી.
પ્રજાના સંકટ સમયે સુખની ઈચ્છા ધરાવનાર અથાત વૈભવમાં લુધ રહી પ્રજાની સામેન જેનાર રાજા મહાપાપી કહે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org