________________
(૧૮૯) વ દિન સાધા,
न तु कंठेन निजोपयो गिताम्"। સજન પુરૂષે પિતાની ઉપયોગિતા કંઠથી કહેતા નથી, પણ સાક્ષાત કાયદ્વારા બતાવી આપે છે.
ઠીક છે, જે હશે, તે ઘડીવારમાં સૌના જોવામાં અને જાણ વામાં આવી જશે.
રાજાને પણ એ એક મોટું કૌતુક થઈ પડ્યું આ એક સામાન્ય વણિક મેટી પંડિતાઈના પાટલે આવીને બેસે–એ તે ચમત્કારની હદ જ કહેવાય એમ તર્ક કરતાં રાજા બેલ્યા વિના રહી ન શ –
અતિસાગર!શું તમે એ પત્ર ઉકેલવાની ઉમેદ પાર પાડી શકશે?
મંત્રી–“હા, અને તેને માટે તમારું વચન પાળવાને તમારે પણ સજજ થઈ રહેવું પડશે.”
આ હિમ્મતભર્યા તેના વચનથી રાજા તેમજ સભાસદો બધા ચકિત થઈ ગયા. પછી રાજાએ તે તામ્રપત્ર મંત્રીની આગળ મૂક્યું મંત્રીએ તે હાથમાં લીધું અને થોડીવાર તે વિચિત્ર વણે તરફ આમતેમ નજર દોડાવી. છેવટે બધા સભાસદના સાંભળતાં તેણે રાજાને કહ્યું કે
રાજન ! આ પત્ર જે સ્થલે પ્રગટ થયેલ છે. ત્યાંથી એક હાથ દર પૂર્વ દિશામાં કેડ સુધી જમીન ખોદતાં એક મોટી શિલા આવે છે, તેની નીચે સાડી બાર કટિ સેનૈયા ભરેલા છે. બસ, રાજેદ્ર! આ શિવાય પત્રમાં વિશેષ કંઈ નથી. તે કોણે રાખેલ છે અને તેને હકકદાર કોણ હેઈ શકે, તેવું કશું લખેલ નથી.”
આ બાબત સાંભળતાં બધા આશ્ચર્ય પામ્યા. અને તે વાત સાબીત કરવાને રાજા તેમજ બીજા ઘણા લોકો તળાવપર ગયા. ત્યાં મંત્રીના કહ્યા પ્રમાણે જમીન ખોદાવતાં એક મોટી શિલા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org