________________
(૧૮૬) જે યથાર્થ વાંચી આપશે તેને રાજા પિતાની પુત્રી પરણવશે, એટલું જ નહીં પણ બીજી પણ સારી એવી મીલકત તેને સમર્પણ કરશે.” રાજાની આ શિખામણ ધ્યાનમાં લઈને તે માણસો મેટા રસ્તા પર ચારે કે ચૌટે તે પ્રમાણે જાહેર કરવા લાગ્યા. આથી કેટલાક શાસ્તવિશારદનો ગર્વ ગળી ગયે કેટલાક નરમ ઘેંસ જેવા થઈ ગયા અને કેટલાક પાછળથી ઉમેદવાર જાગ્યા તેમને રાજા પાસે લઈ જવામાં આવ્યા, ત્યાં તામ્રપત્ર હાથમાં આવતાં તેઓ બિચારા અવાચક જેવા થઈ ગયા તેમનાથી એક બેલ પણ એલાય નહી, વિદ્વાની આવી હાલત જોતાં રાજાના અચરજનો પાર ન રહ્યો. તે તરત જ સભા સમક્ષ બોલી ઉઠયે કે
અરે આ પૃથ્વી પીઠ પર શું પુરાતન પુરૂષજ પંડીત હતા! અત્યારે શું આ સુધા વિદ્વાન રહિત થઈ ગઈ છે! આ તામ્ર પત્ર કેઈ ઉકેલી શકતું નથી? આ મારા રાજ્યમાં કેટલા બધા પંડિત વષોસન મેળવે છે પણ આજે તેમની પંડિતાઈ બધી પ્રગટ થઈ ગઈ, ઠીક છે હજી પણ એ ઉોષણ ચાલુ રાખો. વખતસર કે.ઈ દિવ્ય પુરૂષ નીકળી આવે અને મારા પ્રસાદનું તે પાત્ર થાય. એમ કહીને રાજાએ તેમને વિદાય કયા.
મનુષ્ય ગમે ત્યાં જાય, પણ તેની સજજનતા કે દુર્જનતા છાની રહી શકતી નથી. પિતાના કૃત વે ઉપરથી તે તરત દેખાઈ આવે છે અતિસાર મંત્રી પોતાને સજન કહેવરાવવાને જે કે દાવે કે ડેળ કરતે ન હતો, છતાં તેના વર્તન પરથી લોકમાં તેની સજજનતા પ્રગટ થઈ તેમાં પણ મોહિનીની કસેટી પરથી ઉતરતાં તે તે શાણુ પરથી ઉતરેલા હીરાની જેમ ચીકવા લાગે મેટા વેપારીઓ તેને પુછીને કામ કરવા લાગ્યા શ્રીમંતને તેની સલાહની જરૂર પડવા લાગી. આથી તે વેપારી વર્ગમાં એક નામાંકિત ગણાત, તેના સત્ય વચનપર બધા વિશ્વાસ કરતા અને તેથી શ્રીપતિ શેઠને કોઈ જાણતા પણ ન હતા, પરંતુ મંત્રીની આંટથીજ બધે તેને વેપાર ચાલતું હતું....
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org