________________
(૧૭૫) અરે મદમાતી માનિની કામની ચેષ્ટાથી કમનશીબ બની ગયેલી કુલટા! હું પરસ્ત્રીના પડછાયાને પણ અડક્ત નથી. ઇંદ્ર કદાચ પિતાની અસરા મોકલે, તો પણ હું તેને પાષાણુની પૂતળીજ સમજી લઉં પર પ્રમદાના પાશમાં પડનાર પુરૂષ કેવી અધમ અવસ્થા ભેગવે છે, તે હું સારી પેઠે જાણું છું. તારા ચાળાની ચતુરાઈ અહીં નકામી છે. પરઝા ગમનથી પરમાધામીને વશ થતાં કેવી વિટંબના ભોગવવી પડે છે, તે વાકય મ ર સ્મરણમાં છે–
" भरकणे देवदव्वस्स, परइत्थी गमणेण च । सत्तमं नरयं जंति, सत्तवारा य गोयमा"।
એટલે–દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી હે ગેમ સાત વાર સાતમી નરકે જવું પડે છે.
માટે હે નિર્લજજ નારી તું તારે રસ્તે ચાલી જા. સિંહને છ છેડવામાં સાર નહિ નીકળે.”
મંત્રીના આવા અનાદરથી મેહિનીના મુખપર કંઇક નિરાશાની સ્પામતા છવાઈ ગઈ તેના મનોરથની માળા અચાનક તૂટી ગઈ એટલે કંઈ પણ ન બેલતાં તે તરત પાછી વળી અને ખેદ પામતી તે પિતાના ઘરે પહોંચી ગઈ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org