________________
(૧૬૩) " मानो म्लायति पौरूषं विगलति क्लेशः समुन्मीलति,
स्थैर्य जीर्यति धैर्यमेति विपदं गंभीरिमा भ्रश्यति । बुद्धिीम्यति न प्रशाम्यति रूजा चेतोऽधिकं ताम्यति, बीडा क्लाम्यति कामिनीमदिरया मतस्य पुंसो हहा"॥
અહે! કામિનીરૂપ મદિરાથી મસ્ત થયેલ પુરૂષના—માન સ્લાનિ પામે છે, પુરૂષાર્થ ગળી જાય છે, સ્થિરતા જીર્ણ થાય છે, કલેશ જન્મ પામે છે, પૈયને ધ્વંસ થતો જાય છે, ગંભીરતાને નાશ થવા પામે છે, બુદ્ધિ ભ્રમિત થાય છે, વ્યાધિ કદિ શાંત થતી નથી, મન અધિકાધિક ખેદ પામ્યા કરે છે અને લજજા ક્ષીણ થવા પામે છે,
મુરબ્બી શેઠ ! એક કવિરાજ તે એટલે સુધી કહી ગયેલ છે કે –
मदिरातो गुणज्येष्ठा, लोकद्वयविरोधिनी। कुरूते दृष्टिमात्रेण,
महिला अहिलं नरम् એટલે—અહા! મહિલા મદિરા કરતાં પણ વધારે ભયંકર છે. કારણ કે એ બંને ભવને બરબાદ કરે છે અને દ્રષ્ટિ માત્રથી પુરૂષને ગાંડોતુર બનાવી દે છે.
શેઠજી ! સ્ત્રીને માટે પણ શાસ્ત્રકારે જ્યારે આટલું બધું કહી ગયા છે. તે વેશ્યા તે તે કરતાં પણ વધારે હાનિ કરનાર નીવડે છે, એટલે તેનું તે નામ પણ ન લેવાય. ઝેર જેવી ઝેરી વસ્તુ માત્ર દેહને અંત લાવે છે, પણ ગણિકા તે દેહની સાથે ઉંચા ગુણે તેમજ પારલૌકિક હિતને હાનિ પહોંચાડે છે, જુઓ, આ લાકમાં તેને માટે કે કીમતી બોધ આપેલ છે–
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org