________________
(૧૪૫) એટલે–પિતાના પ્રાણ બચાવવાની ખાતર જે પરના પ્રાણને ઘાત કરે છે. તે થોડા દિવસમાં જ પોતાને નાશ નજરે જુએ છે.
હે દેવી! તારા દિલમાંથી દયા દેવી કયાં પલાયન કરી ગઈ. જે દેવીને શીતલ છાયામાં જગતના તમામ પ્રાણીએ લઈ શકે છે, એ દયા દેવીને તે કેમ દૂર કરી દીધી છે?! સમજ સમજ!! કરેલા દુકૃતનો પશ્ચાત્તાપ કરી દયાનો માર્ગ સ્વીકાર. તારા ખોરાક માટે દુનીયામાં નિર્દોષ વસ્તુઓની ખોટ નથી, વળી મનુ
ની જેમ દેવતાઓ કાંઈ કવલ–આહાર કરતાં નથી. પર પ્રાણનો ઘાત કરવો, એ તો તેમની કીડા માત્ર હોય છે. બસ, આ કરતા વધારે તને શું કહેવાનું હોય?
મંત્રીની આ સદુપદેશ શ્રેણીથી રાક્ષસને અંતરપટ ઉઘડી ગયે. દયા દેવીએ તેના અંતઃકરણમાં આવીને વાસ કર્યો. પિતે કરેલ પૂર્વ પાતક માટે તે પૂર્ણ પશ્ચાત્તાપ કરવા લાગી. હૃદયમાં સંતોષ પામતી તે બેલી કે –“હે મહાનુભાવ! ધન્ય છે તારા જીવનને અને ધન્ય છે તારી ધીરજને ! તારા મધુરા બોલથી મારું મન દયાર્દ્ર બન્યું છે. પૂર્વની વૈર વૃત્તિને નાશ થયેલ છે અને કૃત કમ માટે મને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. તારા કહેવા પ્રમાણે હવે હું હિંસાને કદિપણ હદયમાં સ્થાન આપવાની નથી. એ બધી પાપી કિયા અમારા કૌતુકરૂપજ હતી. તે અત્યારે મને એ કર પાતકથી બચાવી તેથી મારાપર તારે મોટો ઉપકાર થયે. હે વિવેકના ભંડાર ! હું તારાપર પ્રસન્ન થઈ છું, માટે તું કંઈ પણ મારી પાસે માંગી લે.”
મંત્રીએ લાલચને કરે મૂકીને કહ્યું કે-“હે દેવી! મને કંઈ જોઈતું નથી તારી પાસે માત્ર મારી એક જ માગણી છે કે-જેમ કંઇ પણ તે અત્યારે તારા હૃદયમાં દયાને સ્થાન આપ્યું છે, તેમ નિરંતર દયા ધારણ કરજે. કેઈ પણ જીવને વધ કરીશ નહિ. બસ, એ કરતાં વિશેષ મને કંઈ જોઈતું નથી.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org