________________
(૧૫૩). મેં સતીઓને સતાવી હશે અગર તેમની મશ્કરી કરી હશે. પશુ પંખીના જોડલાં વિખુટાં પાડયાં હશે, નિર્દોષ કામિનીપર કલંક ચડાવ્યાં હશે પત્ની–પતિ વચ્ચે કલહ કરાવી તેમને વિગ કરાવ્યું હશે. નિરપરાધી પ્રાણીઓને હસતાં હસતાં ત્રાસ પમાડયા હશે વિરહાગ્નિમાં બળતી બાળાઓને હાસ્ય– ઠઠ્ઠા કરી વધારે બાળી હશે—ઇત્યાદિ પૂર્વકૃત કર્મના ભેગે અત્યારે હું પતિ વિરહ પામી. અહા ! અહીં મને પીયર કે શ્વશુર પક્ષનો પણ કંઈ આધાર નથી. વનમૃગલીની જેમ વીખુટી પડેલી હું એકલડી નિરાધાર બની બેઠી છું.”
એ પ્રમાણે વિચાર શ્રેણિને લંબાવ્યા પછી આકાશ તરફ દષ્ટિ જતાં મંત્રિમાનિની એકદમ ચમકી ગઈ. ચાતરફ નજર કરતાં અંધકાર વ્યાપી ગયે હતો અચાનક તેનું અંતર વિરહના વિચાર કરતાં અટકી પડયું થવાનું હતું તે તો થયું, પણ હવે પછીના માટે તે ચિંતા કરવા લાગી—“અહો ! વિચારમાંને વિચારમાં માથે રાત પડી, તેનું પણ મને ભાન ન રહ્યું. હવે મારે ગામને આશ્રય લેવાની જરૂર છે. અહા આવી ઘોર અંધકારમય રાત્રિ પણ તારાના તેજથી જાણે જગતને આશ્વાસન આપી રહી હોય એમ ભાસે છે. દુઃખમય જીવનમાં પણ દેવ મનુષ્યને માટે કંઈક તે આશ્વાસનનું સ્થાન રાખીજ મૂકે છે. મને પતિનો વિયેગ આપે. છતાં મારે માટે કંઈક આશ્વાસન મળે તેવું તો આગળ શોધીજ રાખ્યું હશે.
એમ ચિતવીને વિજ્યસુંદરી નગર ભણી ચાલી. ઘોર અંધકારમાં આથડતી આ એકલી અંગના દેવપર વિશ્વાસ રાખીને નગરના દરવાજા પાસે આવી. દરવાજાની અંદર અત્યારે અંધારી રાત્રે દાખલ થતાં વખતસર દરવાન સતાવશે ચા પૂછપરછ કરીને ઓળખાણ માગશે અને વખતસર મને અજાણી સમજીને રાજા સુધી પહોંચાડશે; તે મારે શીલરક્ષણનું સંકટ માથે આવી પડશે.” એમ ધારીને દરવાજાની બહાર એક ઝુંપડામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org