________________
(૧૪૬) આ તેની નિ:સ્પૃહ વૃત્તિથી રાક્ષસી આશ્ચર્ય ચકિત થઈને ચિંતવવા લાગી કે આને તો દુનીયાની સમૃદ્ધિની પણ કંઈ પરવા નથી. દેવી પ્રસાદની એ અપેક્ષા રાખતો નથી ધન્ય છે એની નિ:સ્પૃહતાને! એમ ચિંતવીને તે બેલી કે- હે સંતેષના સાગર! સંસાર સંબંધી કુટિલ કામનાને તે અંત કર્યો છે તે હવે હું તારી શી સેવા બજાવી શકું? પણ દેવ કે દેવીના દર્શન વૃથા ન થાય. અરે! હા, શ્રી પુરનગરમાં તારી જે કાંઈ સંપત્તિ છે, તેની અદશ્ય રહીને હું રક્ષા કરીશ.” એમ કહીને તે અદશ્ય થઈ ગઈ.
કેટલાક વખત પછી વિજયસુંદરી જાગ્રત થઈ ત્યારે મંત્રીએ બનેલ હકીકત બધી સવિસ્તર કહી સંભળાવી, તે સાંભળીને વિજયા હર્ષના આવેશમાં આવીને બોલી કે-પ્રાણેશ ! આપ પૂર્ણ પ્રભાવશાળી છે, આપના પુણ્ય પ્રતાપનો સુર્ય સદા ચળકતેજ છે. એમ કહીને વિજયા મૌન રહી.
એ પ્રમાણે કેટલાક દિવસ ચાલ્યા પછી એક દિવસે મંત્રી ગંભીરપુર નગરમાં આવ્યા. ત્યાં નગરની પાસેના ઉદ્યાનમાં આવેલ એક મહાન જિન પ્રસાદ તેને જોવામાં આવ્યો, એટલે સ્ત્રી સહિત જિનભકિત કરવાને તે તત્પર થયે. સ્નાનાદિવિધિ સાચવીને તે બંનેએ જિન પૂજા કરી તેમજ તેત્રાદિથી જિન ભક્તિ કરી.
હવે મંત્રી જિનમંદિરથી બહાર નીકળે છે, એવામાં સમુદ્રના કિનારે માણસનું એક ટે તેના જેવામાં આવ્યું કે એકત્ર થયાનું કારણ પૂછતાં એક સુજ્ઞ માણસે તેને જણાવ્યું કેહે ભદ્ર! તું કઈ અજાયે પ્રવાસી લાગે છે. અહીં શ્રીપતિ નામે એક વ્યવહારી છે. તે વિદેશ વેપાર કરવા જાય છે. એ સફરને સંપૂર્ણ સફળ કરવા નિમિત્તે તે આઠ દિવસથી દાન આપે છે, અને અત્યારે તે જવાની તૈયારીમાં છે, તેથી લેકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org