________________
(૧૩૦) લીધેલ ચીઠ્ઠી, જે મંત્રી રાજા સુધી લઈ જશે તે દુઃખના દિવસો દેખવા પડશે.” પણ આ વાતને ઘણું દિવસ વીતી ગયા, છતાં કાંઈ જેવામાં ન આવ્યું.
એક દિવસે તે બંને સાથે મળ્યા, તે વખતે એકાંત હોવાથી પ્રચંડસિંહ બેલ્યા–“દુષ્ટસિંહ! મંત્રી આવ્યા પછી રાજા આપણને માન આપતે કે બેલાવતે બંધ થયો છે. તેથી એમ લાગે છે કે–મંત્રીએ વખતસર પેલી ચીઠ્ઠી તે રાજાને નહિ બતાવી હાય!'
દુષ્ટસિંહ–“નારે ભાઈ! ચીઠ્ઠી બતાવી હોય, તો રાજા આપણને પૂછ્યા વિના કેમ રહે? તે આપણી શામાટે શરમ કરે?
રાના મિત્ર ન દર્દ અdવા?” રાજા કેઈને મિત્ર થયે હેય-એવું કયાં જોયું કે સાંભળ્યું છે?”
પ્રચંડસિંહ–“ભાઈ! પ્રથમ તે તમે એવો રસ્તો બતાવ્યું કે પ્રધાનની પીડા ટળી ગઈ. પણ હવે તેવું કંઈ થાય તે રાજા આપણે હાથમાં આવે, વળી પ્રથમ રાજાને કંઈ વશ ક્યા વિના તે મંત્રીને માટે કાંઈ પણ ઘાટ ન ઘડી શકાય! બેલ, 'તમારે શે અભિપ્રાય છે?”
દુષ્ટસિંહ – પ્રચંડ! આપ કહો છે તે બરાબર છે રાજાને કંઈક વશ કરવાને હું આપને એક જુદો જ રસ્તો બતાવું. થોડા દિવસ પછી રાજાનો જન્મ દિવસ આવે છે. તે દિવસે ગુલાબના ફુલ જેવી એક નાજુક વેશ્યાને બોલાવીએ અને તેને ખાનગીમાં ભલામણ કરીએ એટલે તે રાજાને હળવે હળવે વશ કરે. વિષય અને ગાનતાનમાં ગુલતાન થયા પછી આપણે ગમે તેમ એની મતિની ગતિને ફેરવી શકીશું.' . આ વાતે પ્રચંડસિંહને પસંદ પડી. એટલે તેણે પ્રથમ તે પિતાનાજ ખર્ચે એક વસંતસેના વેશ્યાને બેલાવી લીધી, અને તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org