________________
(૧૩૨) સ્તંભને શરમાવે તેવા છે, એના હાથની કોમળતા આગળ કમળને પાણીમાં જ ડુબી રહેવું જોઈએ. અહા ! એવી અનુપમ અંગનાને આલિંગન કયો વિના મારું જીવન નકામું છે. એ સ્વગની સુંદરી છે કે પાતાલની દેવ કન્યા છે, પણ મારે મધુકર થઈને એ મનગમતી માલતીની સુરભિને સ્વાદ તે લેજ”
- એમ નિશ્ચય કરીને રાજાએ તેની એકાંતમાં મુલાકાત લીધી. એટલે પ્રચંડસિંહની સૂચના પ્રમાણે તેણે રાજાને એ મદમસ્ત અને વિષયાસક્ત બનાવી દીધું કે રાત દિવસ તેનું મન વસંતસેનામાં જ રમ્યા કરતું હતું. રાજાને આ ગાંડાતૂર જે જોઈને પ્રચંડસિંહ અને દુષ્ટસિંહ તેને લાગુ પડયા. તેમણે મદિરાની ધુનમાં રાજાને મદાંધ બનાવ્યો. રાજાની આવી પરાધીન દશા જોઈને મંત્રીએ તેને સમજાવ્યું કે –
રાજે ! આપ જેવા કુલીનને વેશ્યા સંગ ન શોભે. તે ગમે તેવી રૂપવતી અને લાવણ્યથી લચી રહેલી હશે, તો પણ તે વિષલતા છે, એના સેવનથી અવશ્ય હાનિજ થાય છે. માત્ર તે ધનને જ ચુસી લેનાર છે, એમ નથી, પણ તે તન અને મનને પણ ચુસી લે છે. શરીરને નિર્બળ બનાવી દે છે અને મનને નિસ્તેજ અને સુસ્ત કરી મૂકે છે. રાજન ! એ વેશ્યા પર આપને દયા આવતી હોય, તે તેને જીંદગી સુધી ચાલે તેટલું ધન આપીને દૂર કહાડે. પણ તેની સેબતમાં રહી તમારા તન-મનને હાનિ ન પહોંચાડે. વળી આમ મદિરાને માન આપીને મસ્ત બનો છે, તે પણ આપના રાજ કુળને લાંછન લગાડનારૂં દૂષણ છે. એનાથી પણ એકંદર તન-મનની ખરાબીજ થાય છે, પૂર્વે યાદને નાશ પણ એનાથી જ થયે. જે વસ્તુથી સાક્ષાતે હાનિ દેખાય છે, તેવી વસ્તુને આદર કર-એ પતિત અવસ્થાનું પ્રથમ પગથીયું છે. હજી પણ ચેતીને ચાલે, તે વિશેષ હાનિ થતી ૧ અટકે.
.
-
*
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org