________________
(૧૩૧) ભલામણ પણ કરી દીધી કે–“રાજાને તારે વિષયાંધ અને ગાન તાનમાં આસક્ત બનાવો.”
પછી જન્મ દિવસ આવતાં પ્રથમ રાજ સભામાં આનંદ દર્શાવવામાં આવ્યા. પછી ખાનગી બેઠકમાં સંગીતની શરૂઆત થઈ. એટલે તે નાજુક નાજનીના નખરામાં રાજા મેહી પડે. કારણ કે
युवतीनां च लीलया। मनोन भिद्यते यस्य,
સોકો સુથવા શુ” |
એટલે—સુભાષિત સંગીત અને લાવણ્યવતી લલનાઓની લીલાથી જેનું ચિત્ત ન ભેદાય, તે યેગી અથવા પશુ સમજે.
સંગીત સાથે હાવ ભાવ કરતાં તે અંગને વાળતી અને તેથી તેના સ્તન, જઘન, નિતંબ વિગેરે વિકારક અવયસૂમ વસ્ત્રથી આચ્છાદિત છતાં દેખાઈ આવતા હતા. વળી કેફિલ સમાન તેના કંઠની મધુરતામાં તો મેહક શકિત ઓરજ હતી. આ બધા સંગમાં કઈ વનવાસી યેગીનું મન પણ કામ કંપિત થઈ જાય. તે આ બિચારા રાજાનું શું ગજું? રાજા તેના રૂપ, હાવ ભાવ અને સંગીતની સુરભિ પર મધુકરની જેમ મેંહી પડ્યું. તે કનકવણું કામિનીને વારંવાર જોતાં રાજા વિચારવા લાગ્યા કે
અહા ! આ તે સાક્ષાત ઈંદ્રની અસરવિધાતાએ જગતમાં કેવા મને હર ગુલાબે પેદા કર્યા છે? એનું મુખ તે પૂર્ણિમાના ચંદ્રમાને ચમકાવે તેવું છે. એના ભરાવદાર ગોરા ગાલ અને અધરમાં જાણે અમૃત ભરેલ છે. શંખ સમાન એને કંઠ અને કનકના કળશ જેવા કઠિન સ્તન મનને મોહ પમાડે છે. સિંહ સમાન એને કરી પ્રદેશ અને કામદેવની ઢાલ જેવા એના નિતંબ ખરેખર ! દષ્ટિને લોભાવે છે. એના સાથળ કદલીના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org