________________
(૧૩૬) રહેલ તમામ વસ્તુઓની તમે સંભાળ રાખજે. ધર્માદા ખાતાઓ માટે કંઈ કહેવા જેવું નથી, છતાં કઈ વાર મેટી રકમની જરૂર પડે, તે અંતરમાં ન્યાય બુદ્ધિ રાખી, ત્રણ નવકાર ગણીને સાતમા મજલા પર રહેલ તીજોરીમાંથી જોઈતું ધન કહાડી લેજે, પણ જો તમારા મનમાં બુરી દાનત આવી, તે અનર્થ થશે. એ યાદ રાખજે. બસ, મેટી રકમની જરૂર પડે ત્યારેજ તમારે જાતે સાતેમા મજલા પર જવું. તે સિવાય કદિ જવું પણ નહિ. હજી આપણે એક મોટું દવાખાનું ખોલવાનું હતું, તે બાકી રહી ગયું છે, તેને માટે એક ગંજાવર રકમ કહાડી મેટું મકાન બંધાવીને તે ચાલુ કરજે. તેમાં અશક્ત રેગી માણસ સુખે રહી શકે અને તેમની બરાબર સારવાર થઈ શકે તેવી સગવડ રખાવજે. પિસા તરફ નજર ન રાખતાં લકે પર વધારે ઉપકાર કેમ થાય એવી દૃષ્ટિ રાખજો. ત્યાંથી કમ લઈ આવતાં કેઈને વોતે ન કરશે. રાજને પણ તે વાત કહેવાની જરૂર નથી. હમેશાં સાચી વૃત્તિથી કામ કરશે, તે તમે પારકે પૈસે પોતાનું કલ્યાણ સાંધી શકશે. બસ હવે વિશેષ કાંઈ તમને કહેવાનું નથી. આજ સાંજે અહીંથી અમારે નીકળી જવાનું છે. એ પ્રમાણે ચંદનદાસ શેઠને ભલામણ કરીને મંત્રીએ તેને વિદાય કર્યો. ( વિજય સુંદરી પોતાના પતિ સાથે દેશાંતર જાય છે, એવા ખબર ચંદદાસ મારફતે સરસ્વતીને મલ્યા. એટલે તે તરતજ વિજ્યા પાસે આવી, વિજ્યાએ તેને ભલામણ આપતાં કહ્યું– “સરસ્વતી હેન! તમારે સ્વભાવ તથા રહેણું કહેણ એવા પવિત્ર થઈ ગયા છે કે તે બદલ હવે તમને કંઇ કહેવા જેવું છેજ નહિ. છતાં આપણે જે સંસ્થાઓ ચાલુ કરી છે, તે કઈ રીતે ખલિત ન થાય અને સંતત્ બરાબર ચાલ્યા કરે, તેને માટે તમારે કાળજી રાખવાની છે. વળી કેઈ સ્થળે તેવી સંસ્થા ચાલુ કરવાની અગત્ય જણાય તે તમારા પિતાને નિવેદન કરીને તે સ્થાપન કરજે. તેમજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org