________________
લને માલીક થયે છે, કે જે મહેલની રચના મહી પીઠ પર હેવી સંભવતી નથી. તે મહેલ એક સ્વગીય વિમાન જેવું દેદીપ્યમાન લાગે છે. અરે! તેના બારી બારણામાં એવા કીંમતી રત્નો જડેલાં છે કે જેની કીંમત કરતાં ચકવર્તીનું સામ્રાજ્ય પણ સમાપ્ત થઈ જાય. નામદાર નરેદ્ર! આ બધું હું જાતે નજરે જોઈ આવેલ છું અને તમે પણ તે દૃષ્ટિએ જોશે. ત્યારે અજાયબીમાં નિમગ્ન થઈ જશે. મહીપાલ! મેં નજરે જોયું છે. તેટલાનું પણ
આ એક જીભે વર્ણન કરી શકતો નથી.” - રાજા વધારે આશ્ચર્ય પામીને બોલ્યો-“અરે ! શું મંત્રી કેઈ કલ્પવૃક્ષને મૂળથી ઉખેડી લઈ આવ્યું છે? કે કઈ દેવતાને પિતાનો દાસ બનાવ્યો છે? તેણે એ મહેલનું મંડાણ કયારે કર્યું અને ઉભે ક્યારે કર્યો? આ બધી વાત અજાયબી ભરેલી લાગે છે. મંત્રી પિતાના મુખે ખુલાસે કરે, તેજ આ બધી બાબતને ભેદ સમજાય તેમ છે.'
એ રીતે રાજસભામાં ચર્ચા ચાલી રહી હતી, તેવામાં અતિસાગર મંત્રીએ કીમતી રત્નથી ભરેલ થાળ રાજા પાસે ભેટ મૂકીને રાજાને પ્રણામ કર્યા. એ અમોલ રને જોતાં રાજા અચરજ પાપે, અને આશ્ચર્યથી મંત્રી તરફ દષ્ટિ કરતાં તે બોલ્યા મંત્રીશ! આ બધું કયાંથી ?”
મંત્રી-નરેશ! પુણ્યના પ્રભાવથી બધું મળી શકે. પુણ્યના પ્રભાવ પાસે આ કાંઈ દુર્લભ વસ્તુ નથી.'
રાજા–“શું તમે કઈ વિચિત્ર મહેલ બનાવ્યું છે ?”
મંત્રી–“નરેંદ્ર! તે પણ પ્રબળ પુણ્યના પ્રતાપથીજ. પુણ્યથી દેવતાઓને દુર્લભ વસ્તુ પણ મનુષ્યને મળી શકે.”
રાજા–“ધન્ય! પ્રધાન ધન્ય ! એ તારી અજબ સંપત્તિથી મને સંતોષ થયે છે. પણ એ તારે મહેલ જોવાની મારી તીવ્ર ઈચ્છા છે. માટે એક વખત તમે રાજ્યના થોડા માણસે સહિત મને ત્યાં જમાડે. એટલે મારે અભિલાષ સંપૂર્ણ થાય.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org