________________
(૧૭) છેવટે આપ દીર્ધાયુ થઈ પ્રજાહિતના કામોમાં જીંદગી ગાળીને આપની અમર અને ઉજવળ કીર્તિરૂપ ચંદ્રકાથી આ ધરાને ધવલિત કરે એજ અંતમ અભિલાષા રાખી વિરમીએ છીએ.
લી.
પ્રજાના આગેવાનો, આ પછી તરતજે સરસ્વતી કે જે અગાઉથી એક માનપત્ર વિજય સુંદરીને આપવા માટે તૈયાર કરી લઈ આવી હતી. તે બેલી કે –“સજજનો ! અને સન્નારીઓ ! અમારા સ્ત્રી વર્ગને માટે શ્રીમતી વિજય સુંદરીએ કંઈ ઓછું કર્યું નથી. તે અમે સ્ત્રી વર્ગ તરફથી તેમને માનપત્ર આપવા ઇચ્છીએ છીએ.” એમ કહીને તેણે માનપત્ર વાંચી સંભળાવ્યું, તે નીચે પ્રમાણે હતું.
“અખંડ સૌભાગ્યવતી, સદ્ગુણ બહેન શ્રી વિજ્યસુંદરી!
આય! પતિને પગલે ચાલી આપણું સમાજને હિતકારી જે કામ કર્યા છે, તે આપની પરેપકાર વૃત્તિની નિશાની છે.
કહેવાય છે કે “ળિ ગૃપુષ્ય એટલે ગૃહિણ-સ્ત્રી એજ ગૃહ છે. અર્થાત્ સ્ત્રીને સુધારવાથી ઘર સુધરે છે. આ મુખ્ય સૂત્રને લક્ષ્યમાં લઈને સ્ત્રી સમાજની ઉન્નતિ માટે આપે જે સંસ્થાઓ સ્થાપી છે, તે મહિલા વર્ગને કપલતા સમાન છે એના આધારથી હવે અનેક અબળાઓ પિતાના જીવન સુધારી શકશે, એટલું જ નહિ પણ પિતાના કુટુંબીઓમાં તે એક આદર્શ ગૃહિણીઓ બની અનેકના જીવન સુધારશે.
દેવી! તમે આજે સ્ત્રી સમાજમાં જે જાગૃતિ લાવ્યા છે, તે સૌ કોઈને હિતકારી અને ઈષ્ટ છે. આપના આ ઉદાર સ્ત્રી-જીવનનું અનુકરણ કરવાની પરમાત્મા અમને શકિત આપે એમ ઈચ્છીને વિરમીએ છીએ.”
લી. સમસ્ત મહિલા સમાજ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org