________________
(૧૨૬). બીજે દિવસે નગરના શ્રીમંત આગેવાનો, રાજા તથા અમલદારે બધા એકત્ર થયા. તે વખતે રાજરાણી, તેમજ નગરના મોટા શ્રીમંતની સ્ત્રીઓને માટે પણ એલાયદી ગોઠવણ કરવામાં આવી હતી. સમય થતાં સૌ કોઈ પિત પિતાને સ્થાને ગોઠવાઈ ગયા એટલે રાજાની અનુમતિને લઈને ચંદનદાસ શેઠે માનપત્ર વાંચી સંભળાવ્યું–
માનનીય મતિસાગર મહામંત્રી ! આપે કરેલ પ્રજા હિતના કાર્યોથી સંતુષ્ટ થયેલ સમસ્ત પ્રજા આપને સન્માન પૂર્વક અભિનંદન આપે છે. પોતાની લક્ષ્મીને વિવિધ ભેગ વિલાસમાં વાપરીને તેને નિષ્ફળ બનાવનારા માણસો દુનીયામાં ઉભરાઈ જતા જોવામાં આવે છે. આપે તેવા નજીવા ભોગવિલા સની આશા ન રાખતાં માત્ર પાપકારના કામમાં લક્ષ્મીને સદુપયોગ કરીને તેને સાર્થક કરી છે. પ્રાણી માત્ર તરફ આપની દયાની લાગણું આપના મહત્વને સૂચવી આપે છે. ધન કરતાં આપ ધર્મને જ અધિક પ્રિય માને છે. અને તેથી લાખે નહિ પણ કરેડાની સંખ્યા બંધ સખાવત કરવામાં આપે ઉત્તરોત્તર વધતો ઉત્સાહ બતાવ્યો છે. આપ જેવા નર રત્નોથી જ આ વસુમતી રત્નાભ કહેવાય છે.
વિવેકના ભંડાર ! તમે જૈન ધમ હોવા છતાં પોતાના મતનો પક્ષપાત ન કરતાં સર્વ ધર્મોને માન આપી ધર્માદા ખાતાઓને સજીવન કર્યા છે. એથી આપની ઉત્તમોત્તમ ઉદાર વૃત્તિ જણાઈ આવે છે.
આ મહાશય! મેટા રાજાઓ પણ આવા મેટા પ્રજાહિતનાં કાર્યો ન કરી શકે, તેવાં કાર્યો કરીને આપે આપની સજનતા સિદ્ધ કરી બતાવી છે. તેને માટે અમે આપની જે કાંઈ પ્રશંસા કરીએ, તે ઓછીજ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org