________________
(૧૧૮) પત્ર નીવડી હતી. ઘણુ વિધવા બહેનોને ઉત્તેજન આપીને તેણે કાંતવાના કામમાં સામેલ કરી હતી. સધવાઓ પણ પિતાને નવરાશને વખત કંઈક સાર્થક થતું હોવાથી સરસ્વતીને આભાર માનતી હતી. ઘણી વૃદ્ધ સ્ત્રીઓને અને વિધવાઓને તેણે રેંટીયા ભેટ આપ્યા હતા. તે જોઈને અનેક શ્રીમંતે વિચારમાં પડી જતા કે–આ રેંટીયામાં તે એટલું બધું શું મહત્વ આવીને સમાયું છે?” આ શબ્દ જ્યારે તેમના ઘરમાં શેઠાણુઓને કાને પડતા, ત્યારે તેઓ સરસ્વતીને તેનો ખુલાસો પૂછવા આવતી. સરસ્વતી તેમને યુકિતથી સમજાવતી કે—
બહેનો ! ઉદ્યમ વિના અંગના અળખામણું લાગે છે. આપણામાં ઘણું બહેને એવી હશે કે ઘરમાં શ્રીમંતાઈ હોય, એટલે જાણે તેમણે આળસને ઈજારે લીધે. પૈસાદાર થયા, એટલે જાણે તેમને દુનીયામાં કંઈ કરવાનું બાકી જ ન રહ્યું. આથી તેઓ પોતાના તન-મનને અત્યંત હાનિ પહોંચાડે છે. કુલીન કતાઓ પોતાના ઘરમાં રહીને ગમે તે ઉદ્યમ કરી શકે. દૈવને પહોંચી શકાતું નથી. મતિસાગર મહામંત્રીના ધર્મપત્ની અને મારા પરમ ઉપકારી પ્રિય સખી વિયસુંદરી પર એકવાર એ સમય આવ્યો હતો કે તેઓ પોતે રેંટીયાના ગૃહ-ઉદ્યોગથી પિતાનું ગુજરાન ચલાવતા હતા. કોઈ વાર એવે વખત આવે તે કુલવંતી કામિનીઓ આવા ગૃહ-ઉદ્યોગથી સુખે પિતાનું ગુજરાન ચલાવી શકે અને પિતાની કુલીનતા જાળવી શકે. શ્રીમંતેના ઘરનું તે ભૂષણ છે અને ગરીબોના ઘરનું તે ગુજરાન છે. વ્હાલી બહેને ! તમે કદાચ શ્રીમંત હે, તે નવરાશ ઘણી, એટલે પારકી કુથલી અથવા રમત ગમતમાં નકામે વખત જાય, તે કરતાં આ રેટીયાની કસરતથી બમણી તે તમને ભૂખ લાગશે. અમારું ઘર નગર શેઠનું ગણાય છે. છતાં રેંટીયામાં અનેક ફાયદા જેવામાં આવવાથી મારા પિતાજીની સંમતિથી મેં તે અમારા ઘરમાં દાખલ કરેલ છે. જેમ ભણવું, ગણવું, પ્રભુ ભકિત, કુટુંબ
જા જા આમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org