________________
મહારાજ! ત્યાં તે કંઈ નામ કે નિશાન પણ નથી. તપાસ કરતાં માલુમ પડયું કે– મંત્રી નિશ્ચિત થઈને સાતમે મજલે સુતો છે. લોકે ઘણું આવ જાવ કરે છે, તેમને આવે કે આવજો” એ આવકાર આપવાની પણ તેને દરકાર નથી. નામદાર! મેં જે કંઈ નજરે જોયું, તે આપને નિવેદન કર્યું છે.' એમ કહીને તે મૌન રહ્યો. - અહીં સમય થતાં મંત્રી બહાર આવ્યું અને મહેલના તળીયે એક મેટી વખારમાં તે કામઘટના પ્રભાવથી વિવિધ પકવાને તેણે ભરી કહાડયા, એક તરફ દાળ, ભાત, શાક વિગેરે જોઈતી રસોઈ તૈયાર કરી મૂકી દીધી, પછી પાન, સોપારી, એલચી વિગેરેના અનેક થાળ ભરાવીને પહેલા મજલા પર રખાવી દીધા એટલે જમ્યા પછી સૌ કોઈ મુખવાસ લેવાને ઉપર જાય. બીજા મજલાપર ખાસ મહારાજને માટે પાન સેપારી લેવા એલાયદી ગોઠવણ સખી. ત્રીજે મજલે એક મોટા દિવાનખાનામાં વિવિધ. કીંમતી વસ્ત્રો ભરી મૂકાવ્યાં, ચોથે મજલે અનેક પ્રકારના સુવર્ણ, માણેક હીરાના અલંકાર-આભૂષણો ભરાવ્યાં પાંચમે મજલે રાજરાણી તેમજ અન્ય ખાનદાન સ્ત્રીઓને જમાડવા માટે સગવડ રખાવી અને છઠ્ઠા મજલા પર તેમને વસ્ત્રાલંકારો આપવાની ગોઠવણ કરાવી.. - એ પ્રમાણે કેઈને ખબર ન પડે, તેમ તમામ ગોઠવણ કરીને મતિસાગર મંત્રી મહારાજા પાસે આવી અંજલિ જોડીને કહેવા લાગ્યો–“નેક નામદાર! આપ હવે આપના પુષ્કળ પરિ. વાર સાથે પધારીને મારા ગૃહાંગણને પવિત્ર કરે. હવે વિલંબ થશે, તે રસોઈ શીતલ થવા પામશે.” આથી આશ્ચર્ય અને કંઈક ઈર્ષ્યા સહિત જિતારિ રાજા પોતાના લાખે માણસના પરિવારને લઈને મંત્રીના મહેલમાં આવ્યો. મહેલની માત્ર બહા રની એક એક કારીગરી જોતાં તેના આશ્ચર્યનો અવધિ ન રહ્યો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org