________________
(૧૧૪) લઈશ.” એમ કહીને વિજયસુંદરી પોતાના એકાંત સ્થાન ભણી ચાલી ગઈ.
અહીં મતિસાગર મંત્રીએ વિચાર કર્યો કે –“આવાં કામમાં કઈ અનુભવી અને પ્રતિષ્ઠિત શ્રીમંત ગૃહસ્થની સહાયતા લેવી જરૂરની છે.” એમ ધારી તેણે નગરના ગૃહસ્થ તરફ નજર નાખતાં ચંદનદાસ શેઠમાં તેની દષ્ટિ સંતોષ પામી. ચંદનદાસ ધર્મશગી શ્રીમંત હતો, પોતાની શકિતના પ્રમાણમાં તે પરોપકારના કામ કરતે અને મહાજનના ધર્માદા ખાતાઓની તે ખંતથી સંભાળ રાખતા હતા. ધનની તેના ઘરમાં ખોટ ન હતી. વળી એક બાળવિધવા સરસ્વતી સિવાય તેને કંઈ સંતાન ન હતું. અત્યારે તે વિશેષ ઉપાધિ રહિત અને ધર્મિષ્ઠ ગણાતે હ. મંત્રીએ તરતજ પિતાની પાસે બેલાવી લીધા અને પિતાની ધારણા તેને કહી સંભળાવી. નગર શેઠ એવા કામમાં બહુ શૂરવીર હતું. તેથી તેના અંતરમાં આનંદ ઉછળી રહ્યો. તરતજ તેણે મહા મંત્રીની ઉદાર ભાવનાને પ્રમેદની પુષ્પાંજલિથી વધાવી લીધી. તેણે ખુશાલી બતાવતાં જણાવ્યું કે– મહામંત્રી ! આપની એ ઉદાર ભાવનાએ મારા હૃદયમાં ધર્મને નવીન જુસ્સો પ્રગટાળે છે. એવા ધર્મ કાર્યોમાં હું આપને મદદ કરવા એક પગે ઉભે રહીશ.' ,
ત્યારે બોલે, હવે આપણે શરૂઆતમાં કઈ જનાથી કામ ચાલુ કરવું?” મંત્રીએ કામની તત્પરતા બતાવી. - નગર શેઠ– પ્રથમ તે આપણા શહેરમાં જાહેર ઘેષણ કરાવીએ કે કઈ પણ મત–પંથના ધર્માદા ખાતાઓને મદદની જરૂર હેય, તે તેમણે પિતાને હિસાબ બતાવીને જોઈતી મદદ મતિસાગર મંત્રી પાસેથી લઈ જવી. અને ફરતા સે કેશ સુધીમાં એવીજ મતલબના ખબર મેકલી આપવા કે જેથી સૌ કોઈ જાતે નામ નોંધાવીને મદદની રકમ લઈ જાય. તેના હિસાબની સંભાળ હું પિતે રાખીશ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org