________________
(૧૦૦) ‘ત્યારે પ્રાણપ્રિધ્યા! આજથી તને હું ભલામણ કરી દઉં છું કે કઈ પણ પુણ્યના કામમાં હજારે કે લાખની રકમ ખર્ચાઈ જતી હોય, તે પણ તારે સંકેચાવું નહિ. કઈ પણ દીન કે ભિક્ષુક આપણે આંગણે આવે છે તે અહીંથી તૃપ્ત થઈને જ જવો જોઈએ. બેલ, શાણી સુંદરી! તેમ કરતાં તારૂં મન અચકાશે તો નહિ ને?” મંત્રીએ મહિલાના મનની મેટાઈ તપાસી.
પ્રાણનાથ! જ્યારે આપ કલ્પવૃક્ષ થઈને ઉભા રહે, તે મારે કલ્પલતા થવાની ફરજ છે. મારે સંસારના ક્ષણિક સુખ વૈભ
ની તૃષ્ણા નથી, સંપત્તિની સલામતીની દરકાર નથી એને દીનતાના દુ:ખથી ડરતી નથી. કહે, પ્રાણેશ! તે પછી મારે કંજુસાઈની કઠણાઈના શામાટે ભેગા થવું? વિજયસુંદરીએ પોતાના મનની મોટાઈને માપ બરાબર બતાવી દીધો.
“જે, ત્યારે ! તારે વનિતા વર્ગની ઉન્નતિ તરફ ઉતરવું અને મારે પુરૂષ વર્ગની પરમેન્નતિ તેમજ બીજા બધા ધર્માદાનના કામે તરફ ઉતરવાનું છે. કેમ એટલું તારાથી બની શકશેને ? ” મંત્રીએ તેની ધીરજ તપાસતાં પ્રશ્ન કર્યો.
નાથ! તેમ કરવાની તે હું પ્રથમથી જ ઉમેદ ધરાવું છું તેમાં આપની પરવાનગી મળી, એટલે તે પછી મારામાં જાણે. નવું ચેતન આવ્યું. હવે તે હું અતિશય ઉત્સાહથી કામ કરીશ વિજ્યસુંદરીએ પિતાને ઉમંગ જાહેર કર્યો.
આથી મતિસાગર મંત્રી અત્યંત સંતુષ્ટ થઈને બે –“શાણું સુંદરી ! તારા જેવી ઉદાર અને સદ્ગણી સતીના સહવાસથી હું કૃતાર્થ થયો છું. તારા જેવી સુજ્ઞ શ્રાવિકાઓ પોતાના જીવનને આદર્શરૂપ બનાવી શ્રાવક કુળને દીપાવે છે, ઘણી શ્રાવક રમણએ કંઇ નજીવા કારણ સર હઠ લઈ પોતાના પતિને સતાવે છે, કેટલીક વસ્ત્રાલંકારના મોહમાં ફસાઇ સોશ શણગારથી પિતાને કૃતાર્થ ' ને છે. કેટલીક સ્વાદિષ્ટ ખાન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org