________________
(૧ ) રીતે એ નહિ માને, તે પછી મારી સત્તા ક્યાં ઓછી છે ? હું છેવટે સત્તાના બળથી પણ એ વસ્તુ લઈ લેવા. સત્તા આગળ શાણપણ શા કામનું ? મારી પાસે એનું શું ચાલવાનું હતું ?
એ ગમે તે ધર્મી હશે, પણ એની સત્તા શું કે મને એ અદબાવી શકે ? લશ્કરની મારે ખોટ નથી. કદાચ એ અહીંથી નારાજ થઈને કેઈ બીજા રાજાની સહાયતા લઈ મારા પર ચડાઈ કરી આવશે, તે મારી પાસે હથીયારની ખોટ નથી. અગણિત અો, હાથીઓ અને સાંઢીયા છે. દ્વાઓ તે બિચારા એવા અવસરની રાહ જોઈને જ બેઠા છે. વળી આટલામાં એ સજા પણ કેણુ છે કે મારી સામે ચડાઈ કરવાની હિમ્મત ચલાવે ? એટલે સર્વ રીતે એનું ગાડું અટકી પડશે. અહા ! પાપની લીલા પણ અજબ પ્રકારની જ છે. અરે ! હવે તો મારે બેડે પાર!! બસ, એ કામકુંભની સહાયતાથી લશ્કરમાં હું લાખો માણસે વધારી દઇશ, તેમને મન માનતું ખાવાનું અને ધન આપીશ. એટલે પછી મોટા લશ્કરના બળથી હું દિગ્વિજય કરીને બધા રાજાઓને હરાવીશ અને છેવટે છ ખંડ સાધીને ચકવતી બની જઈશ. વાહ ! મંત્રી વાહ! તું ભલે અહીં આવ્યું ! મારી તે બધી મનઃકામના પૂર્ણ જ થઈ.
એમ મનના મને રથની માળા ફેરતાં રાજા મંત્રીને કહેવા લાગ્ય–“વાહ! મંત્રીશ્વર ! તમારા જેવા સત્સંગીથીજ મારું રાજ્ય શેભે. આપની ઉદારતા પણ અજબ પમાડે તેવી છે. તમારી પાસે મેં કઈવાર કંઈ પણ માગણી કરેલ નથી, તો આ મારી એક માગણીને તમે અનાદર નહિજ કરે. વળી તમે દાક્ષિણ્યના ભંડાર છે, તેથી કેઈને તમે નારાજ તે કરતા જ નથી. આવા તમારા મહત્ત્વ ગુણથી હું ઘણું જ સંતોષ પામું છું. કહે, મંત્રિરાજ ! મારી યાચનાને સ્વીકાર કરશે ?” - વસુંધાપતિના એ વચનથી મંત્રી સમજી ગયા કે “રાજાનું મન કામઘટને માટે લલચાયું છે. ઠીક છે. એની માગણીનો અના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org