________________
(૯૧) હવે જોઈએ, વળી સામે અટારીમાં ઉભા રહેલ દિવય પુરૂષ પણ મંત્રી જેજ લાગે છે, અહે! એક રાત ભરમાં મંત્રીએ કેટલી બધી આ અપૂર્વ રચના ઉભી કરી? રાજાની સાથે વિવાદ કરતાં દેશાંતર જવાનું સાહસ કરનાર મંત્રી થોડા જ વખતમાં આટલી બધી દિવ્ય સમૃદ્ધિનો સ્વામી થઈ ગયે કે જે કઈ મોટા રજવાડામાં પણ ન સંભવે. અહો ! પુષ્યને સાક્ષાત પૂરાવો એણે સિદ્ધ કરી બતાવ્યું.” એમ મતિસાગર મંત્રીના મતિ, સાહસ, બૈર્ય, પુણ્ય-વિગેરે ગુણોની પ્રશંસા કરતા કે પિત પિતાના સ્થાને ગયા.
અહીં વિજય સુંદરી આવીને તરતજ પતિના પગે પડી, તેના હર્ષની હદ ન રહી. હર્ષમાને હર્ષમાં પોતે જાણે કે દેવ વિમાનમાં દાખલ થઈ હય-એમ માનવા લાગી. “નાથ! આ હું શું જોઉં છું ? આપણે અત્યારે જાણે કલ્પના બહારની એષ્ટિમાં હોઈએ એવું લાગે છે.”
સતી ! એ બધે પુણ્યને પ્રભાવ છે. પુણ્યથી કલ્પી ન શકાય તેવી સંપત્તિ પ્રાપ્ત થાય છે, દેવતાઓ વશ થાય છે અને કલ્પવૃક્ષ કે કામકુંભ તેના આંગણે આવીને કર્લોલ કરે છે, લક્ષ્મી તેના કરકમળમાં આવીને કીડા કરે છે અને સ્વર્ગીય સંપદાઓ તેના ભવનાં ગણને ભેટવા ઉત્સુક થાય છે. પ્રિયે ! એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈજ નથી, અને વળી એ પણ સાથે મારે કહીં દેવું જોઇએ કે તેવી સંપત્તિના શિખર પર આવ્યા છતાં અંતરમાં ગુમાનીની ગરમી ન ચડવી જોઈએ, કારણ કે તેવી આબાદીની પણ બરબાદી થતાં વાર લાગતી નથી. માટે ફેગટ કુલાઈને ફાંકડા ન બની જવું-એજ તને મારી મોટામાં મેટી ભલામણ છે.” " પોતાના સ્વામીનાથની સેનેરી શિખામણને અંતરના ઉમંગથી વધાવી લઈ, અભયા ડેસી તરફ દૃષ્ટિ કરતાં વિજય સુંદરી બેલી–“નાથ! આ વૃદ્ધા મારી માતા તુલ્ય છે. એમણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org