________________
આણતી વિજ્યા, આવેલ અનુચર સાથે ડેસીમાને આગળ કરીને પિતાના પ્રાણનાથના નિવાસ ભણું ચાલતી થઈ.
પ્રભાતે નગરજનો મહેલને અજાયબી ભરેલો દેખાવ જોઈને આશ્ચર્યમાં નિમગ્ન થઈને વિચારવા લાગ્યા કે—“અહો ! આ તે કયા સ્વર્ગના દેવતા આવીને ઉતરેલો છે? અરે! એક રાતમાં આશે ચમત્કાર? શું તે પાતાળના ધરણેને પૃથ્વીનો પવન લેવાની ઈચ્છા થઈ કે સૌધર્મવાસી કોઈ દેવે આવીને અહીં ધામે નાખે છે ?” એ પ્રમાણે વિચાર કરતા લોકોના ટોળે ટેળાં ત્યાં એકઠા થઈ ગયાં એવામાં પ્રધાનની પત્ની ત્યાં આવી પહોંચી સાથે આવેલ નોકર આગળ થઈને તે મહેલમાં દાખલ થયા. આ બનાવ જોતાં વિજ્યસુંદરી દરવાજા પાસે ઉભી રહી. અને વિચારવા લાગી કે–આ શો અજબ ગજબ ? અહીં મહેલ કયાંથી અને તેમાં મારા પ્રાણનાથ કયાંથી ? શું આ તે કોઈ દેવતાએ મને ફસાવવા ઈદ્રજાલ રચી છે ? કે કઈ દેવતાની સહાયતાથી મારા સ્વામીએ આ અપૂર્વ રચના કરી! અરે ! આમાં એકાએક મારે દાખલ થવું તે વિચારવા જેવું છે.” એમ તે વિચાર કરતી હતી, તેવામાં સાથે આવેલ પુરૂષે પાછા ફરીને કહ્યું–‘કેમ, આ મહેલ મતિસાગર મંત્રીનો જ છે, તેમાં દાખલ થતાં તમે કેમ અચકાઓ છે? અહીં મંત્રી પિતે હાજર છે. માટે તમે નિર્ભય થઈને આવે. મુવા પછી તે સ્વર્ગનું વિમાન મલતું હશે કે કેમ ? પણ આતે તમે જીવતે સ્વર્ગના વિમાન નમાં વાસ કરો.”
આ પ્રમાણે સાથે આવનાર પુરૂષના કહેવાથી વિજય સુંદરીને કંઇક ખાત્રી થઈ. આ વખતે મંત્રી અટારીમાં ઉભા રહીને બધું જોયા કરતો હતો. તેની ઉપર વિજ્યસુંદરીની નજરે પડી એટલે તે ડેસીમાની સાથે અત્યંત આનંદથી તેમાં દાખલ થઈ. આથી કેટલાક લેકે કલ્પના કરી શક્યા કે–વિજય સુંદરી અહીં પ્રવેશ કરે છે. માટે આ મતિસાગર મંત્રી આવાસ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org