________________
(૮૮) પ્રમદાઓને બહુજ પ્રિય-એવા સંગીતને નાદ જગતમાં પંચમ ઉપવેદની જેમ જયવંત વર્તે છે.
મહેલની સાથે કેટલાક નેકર ચાકરેની પણ સગવડ થઈ ગઈ હતી. એમ લગભગ રાત્રિભર વિવિધ નાટક અને સંગીત ચાલ્યા પછી પ્રભાત થતાં જયારે સૂર્ય પોતાના સોનેરી કિરણે પૃથ્વી પર પાથરી દીધા અને પક્ષીઓ કલરવ કરતાં જ્યારે પોતાના નિવાસ સ્થાનને ત્યાગ કરવા લાગ્યા. તે વખતે બે નેકને બોલાવીને મંત્રીએ તેમને કહ્યું કે “તમે આ વસ્ત્રાલંકાર લઈને મારી સ્ત્રી વિજય સુંદરી પાસે જાઓ, તેને આ કીંમતી આભરણે સાથે સંદેશ આપે કે મંત્રીએ આ ભેટ મોકલાવીને તમને કહેવરાવ્યું છે કે–આ મેકલેલ શણગાર સજીને આવેલ માણસ સાથે સત્વરે મારી પાસે આવી જવું.' - આ દેશે સાંભળતાં વિજ્યા બહુજ હર્ષિત થઈ. પિતાની કરેલ કલ્પના સાચી નીવડી. ભાગ્યોદયનો સમય પાસે આવ્યા, તેથી તેણીનું હૃદય પ્રફુલ્લિત થયું તરતજ શણગાર ધારણ કરીને ચાલવાને માટે તૈયાર થતાં તેને વિચાર આવ્યા કે –“અરે ! આ અજાણ્યા પુરૂ સાથે મારે એકલા જવું કેટલું અઘટિત છે? માતા તુલ્ય ડેસીમા હાજર છતાં હું એકલી જવાને તૈયાર થઈ, એ મારી કેટલી બધી મૂબઈ ? હર્ષના આવેશમાં માણસ ઘણીવાર ન કરવાનું કરી નાખે છે. કદાચ પેલા દુષ્ટસિંહ અને પ્રચંડસિહેજ આ કારસ્તાન રચ્યું હોય અને મને ફસાવવા માગતા હોય તે શી ખાત્રી ? તેમના અંતરમાં પ્રથમથી જ ભૂત ભરાયું છે અને તેથી તેઓ નાદાન થઈને બેઠા છે. દુષ્ટ માણસ સામાને દગો દેવાનેજ ઘાટ ઘડતો હોય અને લાગ ફાવે તે વખતસર ફસાવી પણ મારે છે. દુધથી દાઝેલ જેમ છાસને ફેંકી પીએ, તેમ મારી પણ અત્યારે તેવી ગતિ થઈ છે. ઠીક થયું કે મને એ સુજી આવ્યું; નહિ તે મારી શી દશા થાત? કદાચ મારા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org