________________
(૭૪) विकसति यदि पद्म पर्वताग्रे शिलायां,
तदपि न चलतीय भाविनी कर्मरेखा" ॥
કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતલતાને ધારણ કરે અને પર્વતના શિખરે પત્થર પર કદાચ પદ્મ-કમળ વિકસિત થાય, તથાપિ ઉદયમાં આવનાર કર્મની રેખા ટોળી ટળતી નથી. - ભદ્રા શેઠાણી! તમારે પણ મેટું મન રાખીને સર
સ્વતીને ધીરજ આપવી જોઈએ. તમે સમજુ અને મેટેરા થઈને કાચું મન કરશે, તે આ બિચારી તરૂણ અબળાની શી દશા? જે થવાનું હતું તે થયું. હવે વિલાપ કરવાથી શું વળવાનું છે?
બહેન સરસ્વતી! તારા કપાતને જોઈ શેઠ-શેઠાણું સંતપ્ત થાય છે. આપણે તો સહન શીલતા રાખવી જોઈએ. પૂર્વે કૈક સતીઓએ પારાવાર સંકટ સહન કર્યા છેતેમને દાખલો લઈ દઢ મન કરવું કે જેથી કાયરતાને અવકાશ ન મળે. હેન! સંસારમાં સુખની પાછળ દુ:ખ અને દુઃખની પાછળ સુખ એમ ઘટમાળ ફર્યા જ કરે છે. જીવ પોતે જેવું કરે છે, તેવું ભેગવે છે, હવે તે તારે અત્યંત ધીરજ અને દઢતા ધારણ કરીને ધર્મને યારી માર્ગ લેવો જોઈએ. એથી જ જીવનની સાર્થકતા છે. કહ્યું છે કે
“ધને ગમતા સારક,
सर्वसुखानां प्रधानहेतुत्वात् । तस्योत्पत्तिर्मनुजात्,
सारं तेनैव मानुष्यम्" । જગતમાં સર વસ્તુ એક ધર્મ જ છે, કારણ કે તે સર્વ સુખનું મુખ્ય કારણ છે. તેની ઉત્પત્તિ મનુષ્યથી છે અને તેથી કરીને તે ધર્મથીજ મનુષ્ય જન્મ શ્રેષ્ઠ ગણાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org