________________
(૮૩) રકમ તેને વાપરવા માટે આપવી. તે બિચારી બહુ ગરીબાઈમાં આવી ગઈ છે ! ૧ ચંદનદાસ શેઠે આ વાત કબુલ કરી.
બીજે દિવસે જ્યારે વિજયા સરસ્વતી પાસે આવી, ત્યારે શેઠે તેને સરસ્વતી સાથે રહેવાને આગ્રહ કર્યો. કેઈપણ ગૃહ
ના ઘરમાં તે રહેવા ચાહતી ન હતી, એટલે ત્યાં રહેવા તેણે કબલ ન કર્યું. ત્યારે શેઠે અમુક માસિક ખર્ચ આપવાને આગ્રહ કર્યો. તેના જવાબમાં વિજયાએ જણાવ્યું કે શેઠજી! હાલ મને તેવી મદદની પણ જરૂર નથી. રેંટીયાથી મારું ગુજરાન બરાબર ચાલી શકે છે, તો પછી મારે તેમ કરવાની શી જરૂર છે?
શેઠ—‘તમે આવા ભણેલા, ગણેલા અને મેટા ઘરના હોઈને રેંટીયાથી ગુજરાન ચલાવે તે એગ્ય ગણાય ?'
વિજયા--“શેઠજી ! કુલીન કાંતાઓની લાજ આબરૂ સંભાળનાર એ સુદર્શન ચક છે. ગરીબ વિધવાઓને રેજી આપનાર તે ગૃહ-ઉદ્યોગ છે તમે એને ક્યા અવગુણથી તરછોડેછો ?”
આ વાત સરસ્વતીને પણ રૂચી, એટલે શેઠે તેને રેંટીયાની ભલામણ કરી. અને સરસ્વતીએ તે માનથી સ્વીકારી.
છેવટે વિજયાએ ભલામણ કરતાં સરસ્વતીને કહ્યું કે – “સરસ્વતી બહેન ! એ રેંટીયાનું મહત્ત્વ તો તમે હવે પછી સમજી શકશે. અત્યારે તે તમે અમુક વખત મારી પાસે આવતા જજે. વળી આપણે વધારે વખત સાથે રહેવાથી વધારે જ્ઞાન અને ધર્મ ચર્ચા થઈ શકશે. એ તમને મેંટે લાભ થશે.” , - એમ સરસ્વતીને રેંટીયાને રંગ લાગ્ય, તેનું મહત્ત્વ પણ તેના જાણવામાં આવ્યું, તે બદલ વિજયાને તેણે ઉપકાર માન્યો.
કુલીનતાઓ! તમને કટિવાર નમસ્કાર છે, વિકટ . સંકટ એજ તમારી કુલીનતાની કસોટી છે !!! * ૧ અહીંઆ આ સંસારના પ્રપંચવિષથી દુષિત બની જે હૃદય શુષ્ક અથવા દુષિત બનેલું હેતું નથી તે કોમલ અને પવિત્ર હૃદયની વિચાર ભાવનામાં કેટલી સહાનુભૂતિ, પ્રીતિ અને દયાની લાગણીને ઝરો ભરેલા હોય છે તે ખાસ જોવાનું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org