________________
(૫) જ્યાં સુધી પોતાના હાથમાં બાજી છે, ત્યાં સુધી ધર્મ સાધી લે. બાજી ગયા પછી પશ્ચાત્તાપ કરવો પડે છે. કારણ કે"यावत्स्वस्थमिदं कलेवरगृहं यावच्च दूरे जरा,
यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः। आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महानादीप्ते भवने च कूपखननं प्रत्युधमः कीदृशः?"||
એટલે—જ્યાં સુધી આ શરીરરૂપ ઘર સારું, છે જ્યાં સુધી જરા દૂર છે, જ્યાં સુધી ઇંદ્રની શક્તિ હણાઈ નથી અને જ્યાં સુધી આયુષ્ય ક્ષીણ થયું નથી, ત્યાં સુધી સુજ્ઞ પુરૂષ આત્મ કલ્યાણ માટે મહાન પ્રયત્ન કરી લેવું. આગ લાગે ત્યારે કે દવાને પ્રયત્ન કરે તે શા કામનો ?
બહેનતમને ધર્મ કરવાની દરેક રીતે અનુકુળતા છે અને તેમ કરવાથી તમારા માતપિત પણ સંતુષ્ટ થશે, તમારું જીવન સુધરશે તેમજ બીજી કૈક શ્રાવિકા બહેનોને તમે સહાયકારી થઈ પડશે. પોતાની ભાગ્યહીન દશામાં ધર્મ ન સાધતાં જે બીજી લાલચમાં પડીને પિતાને વખત વ્યતીત કરે છે, તે વિધવા
હેનેનું જીવન નકામું થઈ પડે છે. લુણ વિનાનું અન્ન અને દાન વિનાનું ધન, મનુષ્ય વિનાનું મકાન અને વૃક્ષ વિનાનું ઉદ્યાન જેમ ન શોભે, તેમ ધર્મ વિના માણસનું જીવન શોભતું નથી કે કહ્યું છે કે ____ "निर्दन्तः करटी हयो गतजवश्चन्द्रं विना शर्वरी,
निर्गन्धं कुसुमं सरो गतजलं छायाविहीनस्तरूः . रूपं निलवणं सुतो गतगुणश्चारित्रहीनो यतिनिर्देवं भवनं न राजति तथा धर्म विना मानवः "॥
એટલે—જેમ દાંત વિનાનો હાથી, વેગ રહિત અશ્વ, ચંદ્ર વિનાની રાત્રિ, ગંધ વિનાનું પુ૫, જળરહિત સરેવર, છાયાહીન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org