________________
છે.
"
આ ઘટ સમથર તરફ નજર
(૩૯) દર્શન નિષ્ફળ ન હય, માટે આ તને કામઘટ આપું છું, તેને સ્વીકાર કરીને મને કૃતાર્થ કર, તારા જેવા પાત્ર મળવા દુર્લભ છે. તેમ આ કામઘટ પણ દુર્લભ છે.
કામઘટ તરફ નજર કરીને મંત્રીએ કહ્યું “હે યક્ષરાજ ! આ ઘટ તે સુંદરીએ ના શિરપર શેભે. પુરૂષને તે એ લેતાં પણ શરમ લાગે. હે યક્ષ! એને હું મુસાફર સંભાળું કયાં ? મારે તે પૃથ્વીના પડપર પ્રવાસ કરવાનું છે. એટલે આને Wાડીને હું ક્યાં ફેરવ્યા કરૂં?”
ત્યારે યક્ષ બેલ્ય-અસત્વશાળી! તું એમ ન બેલ, આ તને ઉપાધિરૂપ નહિ થાય એ અદશ્યરૂપે તારી પાછળ પાછળ ચાલ્યો આવશે. વળી એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી કે તું એની ઉપેક્ષા કરવા તત્પર થયે? જે સાંભળ-ઈચ્છિત વસ્તુને આપનાર એ કામકુંભ છે. દિવ્ય પ્રભાવથી એ મને વાંછિત વસ્તુ મેળવી આપે છે. તું જે કંઈ ખાન, પાન, વસ્ત્રાદિ વસ્તુ એની પાસે માગીશ, તે તરતજ એ હાજર કરશે. કલ્પવૃક્ષ, રત્નચિંતામણિ અને કામકુંભ-એ ત્રણે સરખા પ્રભાવવાળી વસ્તુ છે. માટે હે મહાશય ! એ તારા અસાધારણ પુણ્યથી જ તેને પ્રાપ્ત થઈ છે. એનાથી તારી સર્વ કામના સિદ્ધ થશે એટલું કહીને તે યક્ષ અદશ્ય થઈ ગયા. કામકુંભની પ્રાપ્તિથી મંત્રીના આનંદનો પાર ન રહ્યો. સાક્ષાત જાણે પુણ્ય-સિદ્ધિ સામે આવીને પ્રાપ્ત થઈ હાય—એમ તે માનવા લાગ્યા.
અહે! પુણ્યના પ્રભાવથી દુર્લભ વસ્તુ પણ સુલભ થઈને સાંપડે છે. આજે જે દરિદ્ર જે દેખાય છે, સાધન હીન અને ભિખારીની જેમ ભટકે છે, તેની પુણ્યદશા પ્રગટ થતાં એક બે ઘડીવારમાં તે અણધારી સુખ-સંપત્તિનો માલીક થઈ બેસે છે. એ પુણ્યના અસાધારણ મહિમાને કેણુ વર્ણવી શકે? - ---
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org