________________
(૬૮) दत्ता मुखं स्थास्यति वा न वेति,
कन्यापितृत्वं किल हन्त कष्टम्" અહોકન્યા જન્મતાં જ તેને વરાવવાની કાળજી લાગુ પડે છે અને મોટી થયા પછી તેને પરણાવતાં—એ સુખી થશે કે કેમ?' એવી ચિંતા થાય છે. ખરેખર! કન્યાને બાપ આ કષ્ટથી મુક્ત થઈ શકતો નથી. * કન્યાની લાગણું ધરાવનાર એક કવિ કહે છે કે –
નિરોના પટ્ટ
मंडणी कलिकलंककुलभवणं । जेहिं न जाया ध्या,
ते मुहिआ जीवलोअंमि" ॥ એટલે–પિતાના ઘરને સેસનારી, પરઘરને સુધારનાર : તથા કલિકાળમાં અનેક રીતે કુળને કલંક લગાડનાર એવી કન્યાના માબાપ થવાનું સૌભાગ્ય જેમને પ્રાપ્ત નથી થયું, તેજ દુનીયામાં સુખી છે.
ચંદનદાસ શેઠ અને ભદ્રા શેઠાણું આજે કન્યાના દુઃખે અંતરમાં કલ્પાંત કરી રહ્યાં હતાં, “આપણું સરસ્વતીની હવે શી દશા થશે? તેની જીંદગી શી રીતે જશે? અને તેની દુ:ખી હાલત આપણાથી શી રીતે જોઈ શકાશે?” આ ચિંતા તેમના અંતરના ઉંડા ભાગને તપાવીને દગ્ધ કરતી હતી. આ
| વિજયસુંદરીને પણ સરસ્વતીની સ્થિતિ માટે ખેદ થયે, છતાં તેણે વિચાર કર્યો કે હું અત્યારે તેમની પાસે જઈને સરસ્વતીના પૂર્વના સુખ, વૈભવ અને વિકાસને સંભારી તેમને સંભળાવીશ તે જરૂર તેમના શોક-સંતાપમાં વધારે થશે. માટે તેવી છેટી રૂટિને આશ્રય ન લેતાં મારાથી બની શકે તેટલી તેમને ધીરજ આપવી એચ છે.” એમ ધારીને તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org