________________
(૫૫) બદલામાં બે ચામર લઈને મંત્રી પિતાના પંથે પડયો અને સંઘવી પણ સંઘ લઈને આગળ ચાલ્યા.
- હવે બીજે દિવસે મંત્રી ક્ષુધાતુર છે. એટલે કામઘટ લઈ આવવાને તેણે દંડને હુકમ કર્યો દંડને આદેશ થતાંજ તે ગગનપથે ચાલીને સંઘપતિની પાસે પહોંચ્યા. ત્યાં રહેલા કેટલાક સુભટેને તેણે ત્રાસ પમાડયા, કેટલાકને મૂછવશ કર્યા, કેટલાકના હથીયાર ભાંગ્યા અને કેટલાકને બીકણું કે બાયલાની જેમ ભગાડી દીધા સંઘપતિને મૂછ પમાડી કામઘટ લઈને તે પાછો ચાલતો થયો. થોડીવાર પછી તે બધા સ્વસ્થ થયા અને એક બીજાને પુછવા લાગ્યા કે-“આ અચાનક શું થયું ?” પણ સાચી હકીકત કેઈના સમજવામાં ન આવી એવામાં કામકુંભની તપાસ કરતાં તે હાથ ન લાગે, એટલે સંઘપતિ બિચારે હાથે ઘસતો રહ્યો. મંત્રીની શિખામણને તેણે અનાદર કર્યો હતો, તેને માટે તે અતિશય પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
એ - અહીં દંડે તરતજ આવીને મંત્રીને કામઘટ સેપ્યો. તે
જોઈને મંત્રી અત્યંત સંતુષ્ટ થયે. દંડના પરાકમથી પિતાની - બાજી સુધરી ગઈ, તેથી તેના હર્ષનો પાર ન રહ્યો. ત્યાં મન માનતું ભજન કરીને મંત્રી ચિંતવવા લાગ્યા કે—કામઘટ દંડ અને ચામર-એ ત્રણે વસ્તુ ચમત્કારિક છે. એની સહાયતાથી, મારે વિજય હવે નજીક છે. પુણ્યદયથી બધું પાંસરું થાય છે. હિવે કયાં પણ વિલંબ ન કરતાં સત્વર સ્વસ્થાને પહોંચું અને રાજાને પુણ્યનો ચમત્કાર બતાવીને મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરૂં.”
એમ ચિંતવીને અંતરમાં અત્યંત આનંદ પામતા મંત્રીએ પિતાના શ્રીપુર નગર તરફ પ્રયાણ કર્યું.
“માથાત સંપત પઢે ” ,
પુણ્ય પ્રભાવે પગલે પગલે, | ઋદ્ધિ તણે નહિ પાર ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org