________________
આ જગતના પદાર્થ–વસ્તુને જૈનદર્શનમાં દ્રવ્ય એવું નામ આપેલ છે. તે દ્રવ્યને છ જાતના દ્રવ્યમાં વહેંચી તેમાં વિશ્વના સર્વ પદાર્થોનો સમાવેશ કર્યો છે. આ છ દ્રવ્ય સિવાય કેઈપણ વસ્તુ આ જગતમાં નથી. છ દ્રવ્યનું યથાર્થ સ્વરૂપ સમજવાથી જ જગતના સર્વ પદાર્થની સમજ પ્રાપ્ત થાય છે. આ છ દ્રવ્ય અંગેના વિષયને “દ્રવ્યાનુગ” કહેવાય છે. વૈજ્ઞાનિક ભાષામાં જેને “પદાર્થ વિજ્ઞાન” કહે છે, તેને જ જૈન પારિભાષિક શબ્દોમાં “દ્રવ્યાનુગ” કહેવાય છે,
દ્રવ્યાનુયેગના વિષયનું સ્વરૂપ તે શ્રી જિનેશ્વર પ્રભુના વચને પ્રત્યે શ્રદ્ધાળુ હોય તે જ સમજી શકે અને સહી શકે. કેવળજ્ઞાની સિવાય આ વસ્તુઓ કોઈને પણ પ્રત્યક્ષ થતી નથી. અનંત ઉપકારી પરમતારક શ્રી જિનેશ્વર પ્રભુનાં વચને ઉયર અવિહડ શ્રદ્ધાળુને જ આ બધું હૃદયમાં ઊતરી શકે. સર્વજ્ઞ પ્રભુનાં વચનો ઉપર પૂર્ણ શ્રદ્ધા છે ત્યારે જ આવે કે જ્યારે એ નિશ્ચય થાય કે એ પ્રભુ અઢાર દૂષણ રહિત હતા. રાગ-દ્વેષના સર્વથા ત્યાગી હતા. જેથી અસત્ય બેલવાનું એક પણ કારણ તેમનામાં ન હતું. પોતે કેવલજ્ઞાની થઈ જગતના જીવના એકાન્ત કલ્યાણ માટે જ એમણે આ બધું પ્રરૂપ્યું છે આ રીતના ચિંતવનથી આત્મા પ્રસન્નતાને પામે છે. વિષય-કષાયથી મન વેગળું બને છે.
પૂર્વ મહર્ષિએ દ્રવ્યાનુયેગના સ્વરૂપ ચિંતવનમાં જ પિતાને જીવનકાળ પસાર કરતા હતા. દ્રવ્ય-ગુણ અને પર્યાયને રાસ વગેરે ગ્રંથમાં આ વિષય સારી રીતે સમજાવ્યા છે.