________________
૨o૧
અને કેવળ જડપદાર્થથી જ સુખ પ્રાપ્ત કરવાની ભ્રમણાને ભૂક્કો ઉડાડી દેનાર છે.
પદાર્થવિજ્ઞાન સાથે સાથે દરેક પદાર્થની વિકાલિક અવસ્થાઓ (પર્યાયે)ની પ્રગટતા કેવી રીતે થતી રહે છે? તેમાં કયું તત્વ ભાગ ભજવે છે? પદાર્થોની વિવિધ અવસ્થાઓ પૈકી કયા પદાર્થની કઈ અવસ્થા સુખકારક અને કઈ અવસ્થા દુખકારક નિમિત્તરૂપે જીવને થઈ શકે? શાશ્વત સુખ સમાધિમય અવસ્થા જીવની કઈ હોઈ શકે? પુરૂષાર્થ અને પ્રારબ્ધ શું ચીજ છે? તે બેમાં કોની પ્રધાનતા છે ? મુખ્યત્વે કરીને આત્માની શુદ્ધ, પરમ શાંતિકારક અવસ્થાને પ્રાપ્ત કરવામાં જીવને પુરૂષાર્થ કેવા પ્રકારને હા જોઈએ ? તે સર્વ હકીકત વિસ્તૃત રીતે આગામી પ્રકરણમાં વિચારાશે.