________________
૨૫૮ ગુણઠાણે ચૌદ ભેદ ક્ષાપશર્મિક ભાવના થાય.
ક્ષાપશર્મિક સમ્યકત્વ સાતમા ગુણઠાણાથી આગળના ગુણઠાણે ન હોય. જેથી ઉપરોક્ત ચૌદ ભેદમાંથી ક્ષાપશમિક સમૃત્વ ઓછું કરતાં તેર ભેદો આઠમ, નવમા અને દશમાં ગુણઠાણે હોય.
ક્ષાપશમિક ચારિત્ર પણ દશમા ગુણઠાણાથી આગળ ન હેાય. અગિઆરમે ગુણઠાણે ઔપશમિક અને બારમા ગુણઠાણે ક્ષાયિક ચારિત્ર હોય, માટે ઉપરોક્ત તેર ભેદમાંથી ક્ષાપશમિક ચારિત્ર ઓછું ગણતાં બાર ભેદ ક્ષાપથમિક ભાવના, અગિઆરમાં અને બારમા ગુણઠાણે જાણવા
તેરમા અને ચૌદમા ગુણઠાણામાં તે ક્ષાપશમિક ભાવ બિલકુલ હોય જ નહિ.
ગુણસ્થાનોમાં ઔદયિક ભાવના ભેદે મિથ્યાત્વગુણઠાણે ઔદયિક ભાવના એકવીસ ભેદ પ્રાપ્ત થાય છે.
સાસ્વાદન ગુણઠાણે મિથ્યાત્વ વિના ર૦ ભેદ પ્રાપ્ત થાય છે.
મિશ્ર ગુણસ્થાને મિથ્યાત્વ અને અજ્ઞાન વિના ૧૯ ભેદ હોય છે.
અવિરતિ સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાને પણ ઉપર મુજબ ૧૯ ભેદ હોય છે. ત્રણ વેદ, ચાર કષાય, ચાર ગતિએ, છ લેયા, અસંયમ, અને અસિદ્ધત્વ.
દેશવિરતિમાં ઉપરોક્ત ૧૯માંથી દેવગતિ અને નરકગતિ કાઢી નાંખતાં શેષ ૧૭ ભેદ દાયિંક ભાવના હોય છે.