________________
૨૮૨ આત્મજ્ઞાન તથા વૈરાગ્યવિના, બાહ્મસિદ્ધિઓના લેભમાં પડી શુદ્ધોપગરૂપ આત્મિક ગુણપ્રાપ્તિનું ભાન ભૂલી જાય છે.
જૈનશાસ્ત્રોમાં સમ્ય રીતે વર્ણવેલ દ્રવ્યપૂર્વકનું આત્મજ્ઞાન અને ગજ્ઞાનની સમજરહિત મનુષ્યને ધ્યાનનો અધિકાર નથી.
જડીબુટ્ટીનું જાણવું, મંત્રતંત્રની આવડત, સિદ્ધિદ્વારા લેહનું સુવર્ણ કરવાની વિદ્યા, વ્યાધિઓ ટાળી શકવાના યંત્રમંત્ર, એવા અસાધારણ ચમત્કારને વેગ અને તેના જાણકારને કે બતાવનારને ચેગી માનવાનો વિચિત્ર ખ્યાલ, આજે સામાન્ય રીતે લોકોમાં પ્રસરી રહેલે જણાય છે. જેથી ગ શબ્દનો અને તેના મૂળ હેતુને વાસ્તવિક ખ્યાલ ભૂલાતું જાય છે.
જીવની અચિત્ય શક્તિ છે. અને એવી આત્મીયશક્તિ દ્વારા, સામાન્ય રીતે ન જણાયેલી કેટલીક કુદરતી સત્તાઓ, વિશુદ્ધ આત્મજીવન વહન કરનારને પ્રાપ્ત થઈ શકે છે. અને પ્રાપ્ત થયેલી પણ હોય છે. અનેક ચમત્કારની વાત સાંભળવામાં પણ આવે છે, પરંતુ તેને વેગ કહી શકાય નહિં. આવી સિદ્ધિ પ્રાપ્ત મનુષ્યમાં કદાચ વિષય વૈરાગ્ય હોવા છતાં, આત્મિક ગુણોની અને તેને પ્રાપ્ત કરવાના માર્ગની અનભિજ્ઞતાના કારણે કે ઉપેક્ષાવૃત્તિના કારણે, તેવાઓની આધ્યાત્મિક પ્રગતિ અટકી જાય છે. આ રીતના
ગની પ્રક્રિયા કરવા દ્વારા પૌગલિકસિદ્ધિના લાભમાં જ અટવાઈ જનારા, વાસ્તવિક રીતે તે ગભ્રષ્ટ જ થાય છે...