________________
૨૮૩
પૌગલિકભાવના લેલુપી ભવાભિનંદી છે જ, માત્ર અણિક માદિ સિદ્ધિઓમાં જ આત્મિક ઉત્થાનની પરિપૂર્ણતા માની તેને લાભ લેવા ઉદ્યમશીલ બને છે. પરંતુ જેમની ઈચ્છા, સિદ્ધિસ્થાન પ્રાપ્ત કરવા, કર્મમળથી રહિત થઈ, સાધ્યદશામાં સ્થિત થવાની હોય છે, તેવા તે સ યમાદિના. પાલનથી પ્રાપ્ત, આવી સિદ્ધિઓના ઉપયોગને સંસારવૃદ્ધિ કરનાર સમજી, પરભાવમાં અર્થાત્ અશુદ્ધોપાગમાં રમણતા. કરાવનાર તરીકે તેની અન્ય પૌગલિક વસ્તુઓની પેઠે ઉપેક્ષા કરી, શુદ્ધોપગ સ્વરૂપ આત્મિક ગુણના ઉત્થાનમાં જ આગળ વધે છે.
આત્મિક દ્રષ્ટિ જેની ખુલ્લી ગયેલી છે, તેવા મહાભાઓ તે શુદ્ધપાગરૂપ આત્મશુદ્ધિની પ્રાપ્તિ માટે થતા વ્રત–સંયમ અને તપાદિના પાલનથી, કદાચ ગમે તેવી ઉત્કૃષ્ટ પૌગલિક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જવા છતાં, તેની લેલુપતામાં કે તેનો ઉપયોગ કરવામાં ઉપેક્ષા સેવે છે.
ષખંડને જીતવાથી પ્રાપ્ત ચકવત્તીની રૂદ્ધિને ઠોકર મારી, સંયમધર્મ ગ્રહણ કરવા દ્વારા તપમાં અહર્નિશ રકત બની રહેલા સનસ્કુમાર ચકૈવતીને સંયમ અને તપના પ્રભાવે પિતાનું થુંક પણ ઔષધમય બની ગયું હતું. તેમની કાયામાં પૂર્વના અશુભકર્મોદયથી અનેક રોગ ઉપસ્થિત થતાં, તે રોગનું નિવારણ કરવા દ્વારા આ સંતમહાત્મા – પરમગીની ભક્તિ કરવા માટે ઈન્ટે તેમને પ્રાર્થના કરી. પ્રત્યુત્તરમાં સનસ્કુમાર મનિએ પિતાનું થુંક લગાડી શરીરના અમુક ભાગને નિરંગી