________________
૩૦૨ બાહ્ય ચમત્કારીક શક્તિ કે અનેક લબ્ધિઓની પ્રાપ્તિ કારણક હોય, તે પણ જૈનશાસનમાં તેને નિઃસાર દર્શાવી છે.
જે ધ્યાનથી આત્મા, દુઃખી દુઃખી થઈ રહે છે, તે આધ્યાન અને રૌદ્રધ્યાનની હકીકત, તથા જે ધ્યાનથી આત્મા પોતાની સ્વાભાવિક દશાને પ્રગટ કરવામાં સામર્થ્યવાન બને છે તે ધર્મધ્યાનની અને શુકલધ્યાનની હકીકત સમજી શકનાર જ, ધ્યાનના સારાસારને સમજી શકે છે. ધર્મધ્યાનના આલંબનભૂત કિયાનુષ્ઠાન પણ આત્માના કષાદિત ભાવેને ઉપશાન્ત કરવાના કારણે જ હેઈ, તેવા અનુષ્ઠાનકારકે જ આત્મશાંતિ અનુભવે છે. તેવા અનુષ્ઠાનોની આરાધના કોઈ ભૌતિક સામગ્રી પ્રાપ્તિના હેતુએ કે કેઈપણ પ્રકારની કિતિ કે સેટાઈ પ્રાપ્તિના હેતુઓ કરવાની તે જૈનશાસનમાં સખત મનાઈ છે. અને તેથી જ જિનાજ્ઞા મુજબ તેવાં અનુષ્ઠાનના આરાધકે વડે કરાતે તપ કે ત્યાગ, આત્મિક ગુણેને વિકાસલક્ષી હેઈ, તેના વડે કર્મની નિર્જશ થાય છે. જેમ જેમ નિર્જ થતી રહે છે, તેમ તેમ આત્મા, કર્મસમૂહના ભારથી હલકે બનતું જાય છે. અને નિરાશં ભાવે કરાતા આધ્યાત્મિક અનુષ્ઠાનેથી પુન્યબંધ થાય, તે પણ તે પુન્ય, “પુન્યાનુબંધિ પુન્યરૂપે બંધાય છે. તેવા પુન્યના વિપાકેદય સમયે, પ્રાપ્ત પુન્યસામગ્રીથી આત્મા, તે સામગ્રીમાં આસક્ત નહિં બનતાં, તે સામગ્રી પ્રત્યે વૈરાગ્યવાસિત બની રહી, તેને આત્મિક વિકાસની સાધનામાં જ ઉપગી બનાવવાની ભાવનાવાળે બને છે.