Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 352
________________ ૩૦૪ પિતાની સંયમક્રિયાઓને સંપૂર્ણ સાચવીને, પ્રાણાયામક્રિયાને શારિરિક આરેગ્યકારી અને બીજી કેટલીક ચમત્કારી શક્તિઓ ઉત્પન્ન કરાવનારી માની, સંયમને અબાધિત રાખી, જૈનશાસનની પ્રભાવના કરવામાં અતિ ઉપગી એવી કેટલીક ચમત્કારીક શક્તિઓ પ્રાપ્ત કરવાના હેતુથી જ સિદ્ધ કરતા હતા. સંયમની અબાધિતતાને ચૂકી જઈ માત્ર ચમત્કાર બતાવવાના હેતુથી તે પ્રાણાયામ આદિનું ધ્યાન તે વખતે પણ કરવાની મનાઈ હતી. અને આજે મનાઈ છે. એવા હેતુઓ તે કરતા તે ધ્યાનકારકે, શ્રતજ્ઞાનના અભ્યાસ માટે અગ્ય ગણતા. તપશ્ચર્યાદિથી પણ વિવિધ પ્રકારની સિદ્ધિઓ. પ્રાપ્ત થતી હોવા છતાં તેવી સિદ્ધિઓને પ્રાપ્ત મહાત્માઓ, તેનો ઉપગ અવશ્ય જરૂરી શાસનપ્રભાવના સિવાય કદાપી કરતા જ નહિ. આવા ચગવ્યવહારમાં પોતાને અનુકૂળતા ન જણાતી હોય, અને બીજી રીતે પણ શાસનપ્રભાવના કરી શકાતી હોય તે, પ્રાણાયામાદિ ચાગવ્યવહારમાં નહીં પ્રવર્તવાથી કંઈજ્ઞાન-દર્શન અને ચારિત્ર આરાધનાને માર્ગ અટકી પડતું નથી. આત્માને જ્ઞાનદર્શનાદિ ગુની અનંતતા પ્રગટ કરવા માટે કંઈ પ્રાણાયામાદિ ગની આવશ્યક્તા નથી. એ રીતની ગુણપ્રાપ્તિદ્વારા, અજર-અમર સ્થાનને પ્રાપ્ત કરનારાઓને પ્રાણાયામાદિ ગોનું જ્ઞાન હતું જ, એમ જૈનશાસ્ત્રોમાં કયાંય કહ્યું નથી. ધમરાધનાનું મુખ્ય ધ્યેય તે પિતાના જ્ઞાન-દર્શન

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363