________________
“જેનતત્ત્વજ્ઞાન જેવું કેઈતત્ત્વજ્ઞાન તર્કબદ્ધ નહિ હેવાને
અભિપ્રાય દર્શાવતે તત્વજ્ઞાનસિક એક જૈનેતર ગૃહસ્થને પત્ર મુ. શ્રી ખુબચંદભાઈ કેશવલાલ પારેખ વાવ ( બનાસકાઠા )
હમણું “જૈન દર્શનમાં ઉપગ” નામનું આપનું પુસ્તક વાચતા ખૂબ જ આનદ થયે ગહન વિષયને આપે ખૂબ વિશદતાથી સમજાવ્યો છે ખરું પૂછે તે આ મહત્ત્વને વિષય ઘણાના ધ્યાન બહાર રહ્યો છે. અને ક્યાક ઉલ્લેખ થયેલ છે તો આટલી છણાવટથી થયે નથી આવું સર્વાંગસુંદર પુસ્તક લખવા માટે અભિનંદન, અને આપની આ પ્રવૃત્તિની અનમેદના જેટલી કરીએ તેટલી ઓછી.
આપનાં પ્રકાશિત અન્ય પુસ્તકે મળી ગયા છે. આમ તો મેં જેનતત્ત્વજ્ઞાનનો યથાશક્તિ અભ્યાસ કર્યો છે પણ જેમ જેમ વધારે વચાય છે, તેમ તેમ વધારે પિપાસા રહે છે.
શ્રી ન્યાયવિજયજી, શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી લક્ષ્મણસૂરિજી, શ્રી હેમચંદ્રાચાર્યસૂરિજી, અને અન્યના પુસ્તક વાંચ્યાં અને શક્તિપ્રમાણે ગ્રહણ કર્યું. વળી શ્રી કેસરસૂરિજીના પુસ્તક પણ ખૂબ જ ગમ્યાં.
કર્મ વિષે સરલ છતાં ઉંડાણવાળું વાચવાની જિજ્ઞાસા હતી, ત્યાં તમારા પુસ્તકે મલ્યાં. જેથી ખૂબ ખૂબ આનંદ થયે આપે કર્મના સિદ્ધાન્તનું વિશ્લેષણ ખૂબ સરસ રીતે કર્યું છે. ગહન વિષયને આપે ઘણે સરલતાથી રજુ કર્યો છે.
હુ જન્મે બ્રાહ્મણ હોવાથી વેદાન્ત શેડુંક વાચ્યું છે. બૌદ્ધ વિચારધારા સમજવા પણ પ્રયત્ન કર્યો છે. અને એક સુખદ સંગે જેન તત્ત્વજ્ઞાનને લાભ મ.
મારા મતવ્ય મુજબ જેન તત્ત્વજ્ઞાન જેવુ કોઈ તત્ત્વજ્ઞાન તર્કબદ્ધ નહિ હોય. હું જેનેતર હોવાથી તટસ્થ રહીને વાંચન કરી શકું છું અને તેથી તેનું મૂલ્ય વધારે સમજાય છે.”
તમે મોકલેલ પુસ્તકનું વાંચન ચાલે છે, પણ એકવાર વાંચનથી ચાલે નહિ. મનનીય પુસ્તક છે એટલે વધુ વાચન માગી લે છે. અમદાવાદ તા. ૫-૪-૮૦ લી. ચદ્રહાસ એમ ત્રિવેદીના વંદન