________________
૩૧૦
( ૧૧ ) તમારા તરફથી તમારા હાથે લખાયેલ સાહિત્ય મળેલ છે. ખૂબ જ સરલ સુબોધ ભાષામાં તત્વજ્ઞાનને સમજાવવાનો પ્રયાસ એ તમારા લેખનની વિશેષતા છે. લી. કલાપ્રભસાગર આદિના સાદર ધર્મલાભ મુબઈ તા. ૧૦–૧૦–૭૯
(૧૨) આપનાં લેખિત પુસ્તકે વાચી અસીમ હર્ષ થયે છે. હવે આત્મવિજ્ઞાન પુસ્તક વાંચીને આત્માને વિકસિત બનાવીએ એ જ મહેચ્છા. આપ જે જે પુસ્તકનું પ્રકાશન કરે તે તે પુસ્તકે અમને મળવાં જોઈએ, એવી આશા રાખીએ છીએ. લી. પદ્મલતાશ્રી તથા હર્ષપદ્માશ્રી તરફથી ધર્મલાભ મદ્રાસ
તા ૧૯–૧૦–૭૮ (૧૩). આત્મવિજ્ઞાન ભાગ પહેલાની દિતિયાવૃત્તિની નકલે અમને મળી ગઈ છે, અમારા સંબંધીઓમાં જ્યાં જ્યાં આ પુસ્તક આપ્યું ત્યાં તેની ભાષાની સરલતા, ગુઢતત્વજ્ઞાનને ' સહેલાઈથી સમજી શકાય તેવી શૈલીનાં ઘણાં વખાણ થયાં. *
લી. પ્રવીણ શાહ. મુંબઈ તા ૩૧-૭-૮૦
(૧૪). ધર્મલાભ સાથે લખવાનું કે તમે પાઠવેલ આત્મવિજ્ઞાન ભાગ પહેલે મળી ગયું છે. તમારા દીર્ઘચિંતન – મનનમાથી સરજાયેલું આ સાહિત્ય સુંદર અને વાંચકને બેધ કરાવે એવું અને વાંચતાં ગમે એવું છે. લી. પૂર્ણચન્દ્ર વિજયના ધર્મલાભ, પાટણ તા. ૧૫–૧૦–૭૮
(૧૫) આપના પુસ્તકે મેં વાગ્યા પછી ઘણો જ પ્રભાવિત થયો હતો.