Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 353
________________ ૩૦૫ અને ચારિત્ર ગુણેને વિકસાવી તે ગુણોની અનંતતા પ્રાપ્તિ માટે જ છે. સંયમના અધ્યવસાયમાં અને ક્રિયાકાંડમાં શિથિલતા અને જ્ઞાનાભ્યાસાદિમાં અરૂચિ ઉત્પન્ન થવાથી તે જ્ઞાનાદિ માર્ગો સદાય છે. માટે જ સંયમ આરાધનાને ચૂકી જઈ પ્રાણાયામ આદિ ચગવ્યવહારમાં પ્રવર્તાવાનું જૈનશાસ્ત્રમાં વિધાન છે જ નહિ સિદ્ધાન્તમાં અને કર્મગ્રંથમાં જ્યાં જ્યાં ઉપશમશ્રેણિનું અને ક્ષપકશ્રેણિનું સ્વરૂપ આવે છે, ત્યાં ત્યાં સર્વત્ર કેવળ આત્માના શુભ અધ્યવસાયે જ કારણરૂપ ગણેલા છે. અને તે શુભ અધ્યવસાય માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રને અભ્યાસ ઉપગી કહ્યો છે. અને તે અભ્યાસથી જ ધર્મ ધ્યાન અને શુકલધ્યાનની પ્રાપ્તિ તથા આર્જા અને શૈદ્રધ્યાનથી મુક્તિ થાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણોનો વિકાસ કરવા પૂર્વક તેની અનંતતાને પ્રાપ્ત કરવા માટે ધર્મધ્યાન અને શુકલ ધ્યાનની જ આવશ્યકતા જૈનશાસ્ત્રોમાં દર્શાવેલી છે. અને એ ધ્યાનમાં જ આગળ વધી અનંત આત્માઓ સિદ્ધિપદને વર્યા છે, અને વરશે. સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363