________________
૩૦૧
તે પૂર્વયોગથી થાય છે. જેમ દંડવડે ચકે ફેરવી, દંડ કાઢી લીધા બાદ પણ ચક ફરતું જ રહે છે, તેમ આ ધ્યાન પણું સમજવું. એ રીતે ધ્યાન સાધનાના ક્રમ દ્વારા જ, જ મોક્ષપદને પામ્યા છે, અને પામશે.
વર્તમાનકાળમાં આ ધ્યાનમાં જે નિપુણતા થવી તે શાસ્ત્રમાં કહેલી રીતિ જાણવાથી જ્ઞાનમાત્રપણે થાય છે. પરંતુ અનુભવથી એટલે ધ્યાન ધ્યાવાની દિયા તરીકે થતી નથી. એટલે આ ધ્યાનની નિપુણતા, જ્ઞાનાનુભવ તરીકે હોઈ શકે, પણ ક્રિયાનુભવ તરીકે હોઈ શકે નહિં.
આ ચાર પ્રકારે પીકી પહેલા બે પ્રકારે જે તજ્ઞાનના આલંબનથી કહ્યા છે, તે ચૌદપૂર્વગત શ્રતજ્ઞાનના ઉપયોગથી જાણવું. પરંતુ આચારાંગ આદિ શ્રુતજ્ઞાનના આલંબનથી નહિં. કારણ કે આ બન્ને પ્રકારે પૂર્વધરને જ હોઈ શકે છે. અને જે પૂર્વધર ન હોય તે મરૂદેવાદિકની પેઠે ઉત્કૃષ્ટ ધર્મધ્યાનનો ચોથો પાયો હોય છે. કારણ કે પૂર્વગત જ્ઞાનના અભાવે કૃતાલંબનરૂપ સવિતર્ક પણું હેતું નથી.
જૈનશાસનમાં કેઈપણ પ્રક્રિયાનું આયોજન, તે મુખ્યત્વે કરીને તે આત્માના અનંતજ્ઞાનાદિ ગુણેના આચ્છાદક કર્મસમૂહનું ઉમૂલન કરી, તે અનંતજ્ઞાનાદિ ગુણોના પ્રકટીકરણને જ ઉદેશીને હોય છે. જેથી સાલંબન ધ્યાન અને નિરાલંબન ધ્યાનની પ્રક્રિયા પણ આ હેતુ માટે જ છે. જે પ્રક્રિયાથી એ હેતુ સિદ્ધ ન થાય, તેવી પ્રક્રિયા ગમે તેવી