Book Title: Jain Darshan nu Padarth Vigyan
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh

View full book text
Previous | Next

Page 345
________________ ૨૯૭ અહિં ગૌણતા છે. આ પ્રમત્તગુણસ્થાનવાળાને પણ સદનુષ્ઠાનરૂપ આલંબન વિનાનું નિરાલંબન ધ્યાનનો અભાવ હોય છે. કારણ કે શ્રી જિનેશ્વરેએ કહ્યું છે કે સાધુ પણ જ્યાં સુધી પ્રમાદયુક્ત છે. ત્યાં સુધી તેને નિરાલંબન ધ્યાન હાઈ શકતું નથી. વર્તમાન સમયમાં તે જેને ચોથા ગુણસ્થાનનું પણ ઠેકાણું નથી, એવા કેઈક લેકે પ્રતિમાદિની ઉપેક્ષા કરીને આત્મસ્વરૂપ ચિંતવનનો ડોળ કરી, નિરાલંબન ધ્યાનમાં ગણાવી, આવશ્યક ક્રિયાઓ છેડી, લેકમાં મેટાઈ ખાટવાના પ્રયત્નમાં મચેલા દેખાય છે, તે સર્વચેષ્ટા શાસ્ત્રાજ્ઞાની અજ્ઞાનતા સૂચવે છે. જે સાધુ, પ્રમાદયુક્ત હોવા છતાં સાધક અનુષ્ઠાનોનો ત્યાગ કરે છે, અને નિરાલંબન ધ્યાનનો આશ્રય કરે છે, તે સાધુ, મિથ્યાત્વથી મોહિત થયો છતાં સર્વજ્ઞભાષિત સિદ્ધાન્તને જાતે જ નથી. યોગના આગ્રહવડે વ્યાપ્ત થયેલા જે જ સદાચારથી વિમુખ થઈ જાય છે, તે જીવેને ચોગ પ્રાપ્ત થતો નથી. એટલું જ નહિ પણ આ લેકના સુખથીયે ભ્રષ્ટ થાય છે. સાતમા ગુણસ્થાનમાં મુખ્યવૃત્તિએ તે શ્રી જિનેશ્વર ભગવતે કહેલા સ્વરૂપવાળું ધર્મધ્યાન હોય છે. તેમ જ રૂપાતીત ધ્યાનપણીવડે અંશ માત્રથી (ગૌણતાએ) શુકલધ્યાન પણ હોય છે. ધર્મધ્યાનમાં ચોથે ભેદ રૂપાતીતધ્યાન હોવાથી એ ચોથા ભેદનું ધ્યાન જેમ રૂપાતીત છે, તેમ શુકલધ્યાન પણ રૂપાતીત ધ્યાનરૂપ જ છે. માટે ધર્મધ્યાનના

Loading...

Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363