________________
૨૮૭
જિનેશ્વરદેવે કહેલ કર્મવિષયી જ્ઞાન અને ભાવપંચકને અવશ્ય જાણવું–સમજવું જોઈએ. માત્ર કાયકષ્ટ કે ભૌતિક સામગ્રીની પ્રતિકૂળતા સર્જક કર્મની સમજ તે અધૂરી જ ગણાય. આત્મગુણોને અવરોધક કર્મની સમજ અને તેનાથી સાવધાન બની રહેનાર આત્મા જ શુદ્ધોપગને માગી બની શકે છે. માત્ર કાયકષ્ટ કે ભૌતિક સામગ્રીની પ્રતિકૃળતા સર્જક, કર્મના ભયમાં જીવન ઔદયિકભાવ છે. જ્યારે આત્માના અનંત જ્ઞાનાદિચતુષ્પગુણના અવરોધક કર્મના ભયમાં ક્ષપશમ ભાવ છે. દર્શનમોહનીય કર્મના ક્ષપશમને પામેલા છે જ, શુદ્ધોપચેગના લક્ષ્યવાળા બની શકે છે. આવા લક્ષ્યથી લક્ષિત બની રહેલ જીવોને પુરૂષાર્થ તે ઘાતકર્મના ઉપશમ-ક્ષપશમ કે ક્ષય માટેનો જ હોય છે. અને તેવા પુરૂષાર્થથી અને ચારે ઘાતકર્મને ક્ષય કરીને જીવ પોતાના અનંતજ્ઞાન-અનંતદર્શન–અનંતચારિત્ર અને અનંતવીર્યગુણને સાયિકભાવે પ્રગટકરી કૃતકૃત્ય બને છે. માટે આત્માને અનંત ચતુષ્પગુણને ક્ષાયિક ભાવે પ્રાપ્ત કરવાના લક્ષ્યવાળા બની પોતાના જીવનમાં વર્તતા ઘાતી કર્મદાનું અંતનિરીક્ષણ કરી, તે કમદને નિમૂળ બનાવી, ગમાર્ગની સાધનામાં આગળ વધવા માટે ઉદ્યમવંત બની રહેનાર જ વાસ્તવિક ચેગી કહેવાય છે.
વાસ્તવિક ગધર્મના અધિકારીનું વર્ણન કરતાં શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત ગશતકગ્રંથમાં