________________
ઔપશમિક સમ્યક્ત્વ અને પશમિક ચારિત્ર એ. પશમિક ભાવના અને ભેદ સાદિ-સાત છે. અન્તિમડિટિનું સમ્યકત્વ તથા ચારિત્ર તે મેહના ક્ષયથી જ પ્રગટ થતું હોવાથી તે સમ્યક્ત્વ તથા ચારિત્રને અનંત કહેવાય. મહિના ઉપશમથી પ્રગટ થતું સમ્યક્ત્વ અને ચારિત્ર તે. અને પડનારાં જ હોઈ સાદિ-સાન્ત ભાંગે જ હોય.
સાયિક ભાવના તમામ ભેદ સાદિ-અનન્ત છે. તે પ્રાપ્ત થયા પછી તેમાંથી પડવાનો સંભવ જ નથી.
ક્ષાપશમિક ભાવમાં મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ ચારે જ્ઞાન, સાદિ-સાન્ત ભાગે. છે. સમ્યગુદર્શનને ઉદય થતાં તે સાદિ ગણાય, અને ત્યારબાદ મિથ્યાત્વનો ઉદય થતા અગર તો કેવળજ્ઞાન પ્રગટ થતાં સાન્ત ગણાય. મતિજ્ઞાન-શ્રતઅજ્ઞાન અને અચક્ષુદર્શન એ ત્રણે, ભવ્યને આશ્રીને અનાદિ-સાન્ત અને અભવ્યને આશ્રીને અનાદિ-અનંત છે. વિર્ભાગજ્ઞાન, અવધિદર્શન, ચક્ષુદર્શન, દાનાદિ પાંચ લબ્ધિ, દેશસંયમ તથા સર્વસંયમ અને સમ્યક્ત્વ એ અગિયાર ક્ષાપશમિક ભાવે સાદિ–સાન્ત છે. આમ, ક્ષાપશમિક ભાવમાં સાદિ–સાન્ત, અનાદિ-સાન્ત અને અનાદિ–અનન્ત એમ ત્રણ ભાંગા ઘટે.
ઔદયિક ભાવમાં “ગતિ” તે સાદિ-સાન્ત છે. અને શેષ સત્તર, ભવ્યની અપેક્ષાએ અનાદિ–સાન્ત અને અભવ્યની અપેક્ષાએ અનાદિ-અનન્ત છે. એટલે ઔદયિક ભાવમાં અનાદિ