________________
૨૨૦
આ સર્વ હકીકતને સાર એ લેવાને છે કે માણસે ધર્મ તથા મોક્ષમાં પુરૂષાથી બનવું, અને અર્થ તથા કામની સિદ્ધિમાં પ્રારબ્ધવાદી બનવું.
સંસારના ભૌતિક પદાર્થની પ્રાપ્તિ પાછળ ગમે તેટલી દોટ મૂકવા છતાં પૂર્વકૃત પુણ્યાઈની પ્રબળતા વિના તેમાં સફલતા કદાપી મળવાની નથી, એ ભારતવર્ષની સંસ્કૃતિને મૂળ પાયે વિસરાવે ન જોઈએ.
એક સરખી ભવિતવ્યતાની પ્રાપ્તિમાં બાહ્યકારણે એક સરખાં નહિ વર્તતાં, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી વિવિધ સ્વરૂપે જોવાય છે, તેનું કારણ એ છે કે, એક સરખી ભવિતવ્યતાના નિર્માણમાં પણ જીવના અધ્યવસાયે વિવિધ પ્રકારના હોઈ તે તે પ્રકારના અધ્યવસાયને અનુલક્ષીને પ્રારબ્ધ પ્રાપિત સમયે ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસ્વરૂપ બાહ્ય કારણોનું અસ્તિત્વ વતે છે. એટલે એક સરખી પ્રારબ્ધ પ્રાપ્તિ માટે સ્વ યા અન્ય દ્વારા વર્તતે બાહ્ય પુરૂષાર્થ સમાન સ્વરૂપે જ નહિં હતાં વિવિધ સ્વરૂપે પણ હોઈ શકે છે. કયા સમયે કેવા પ્રકારના પુરુષાર્થ કરવામાં જીવ પ્રવર્તશે તે પુરૂષાર્થનો ઉદ્દભવ, જીવની ભવિતવ્યતા થા પ્રારબ્ધને જ અનુરૂપ હોઈ, સ્વપુરૂષાર્થ અંગે નિરાભિમાની અને અન્ય જીવોના પુરૂષાર્થમાં ઔદાસિન્ય યા સમભાવી બનવું એનું નામ જ વાસ્તવિક ધર્મ યા તત્ત્વજ્ઞાનની સાચી સમજ છે.
કમઠાસુર દ્વારા થતા ઉપસર્ગમાં અને ધરણેન્દ્ર દ્વારા