________________
ર૩૦
પરંતુ દષ્ટિbણ શુભ યા શુદ્ધ હોવાથી તે સંગે પ્રત્યે અરૂચિ, વિરાગ હોય)
() જ્યાં બાહ્ય પુરૂષાર્થ અને અત્યંતર પુરૂષાર્થ બને અશુભ હોય. (પાપભીરુતા વિનાના અજ્ઞાની જીથી થતાં દુષ્કૃત્ય.)
આમાંનો પ્રથમ પુરૂષાર્થ તે સંસારપરિભ્રમણ ઘટવા દ્વારા પરંપરાએ આત્માના અનંત ચતુષ્પગુણોની સંપૂર્ણ પ્રાપ્તિ થવા સૂચક છે.
બીજા પ્રકારને પુરુષાર્થ તે માક્ષસાધક નહિં બનતાં સંસારવર્ધક ભૌતિક સામગ્રીની અમુક સમય પૂરતી અનુકુળતા પ્રાપ્ત થવા દ્વારા આત્માને અત્યંતર પુરૂષાર્થ દોષિત બની આત્માને સંસારપરિભ્રમણ દ્વારા દુખપ્રાપ્તિને સૂચક છે. - ત્રીજા પ્રકારનો પુરુષાર્થ તે અમુક સમય પૂરતી જ ભૌતિક પ્રતિકુળતા પ્રાપ્ત થવા છતા. અર્થાતર પુરૂષાર્થીની શુદ્ધિનું અસ્તિત્વ ટકી રહેવા દ્વારા, આત્માન્નતિ થતી રહેવાને સૂચક છે.
ચેથા પ્રકારને પુરૂષાર્થ તે સાંસારિક ભૌતિક સામગ્રીની પ્રતિકુળતા પ્રાપ્ત થવા સાથે, સંસારપરિભ્રમણની પણ વૃદ્ધિ સૂચક છે.
વિષયને વિરાગ, ભવનિર્વેદ, અનિત્યાદિ બાર ભાવનાએમાં રમણતા, અને કપાયની મંદતા એ શુદ્ધ ઉપયોગ, તે શુદ્ધ અત્યંતર પુરૂષાર્થ સ્વરૂપ છે.