________________
૨૪૨
-જતો નથી, પણ પાણીની સપાટી ઉપર તરે છે, તેમ ચૌદ ગુણસ્થાનકથી પ૨ થયેલે આત્મા નિખિલ કર્મ સાથેના સંસ્પર્શથી અલગ થઈ કાકાશના શિખરે સિદ્ધશિલાની ઉપર બિરાજે છે. ત્યાં એ અનંત-નિત્ય સુખ ભોગવે છે, એની સુભગ શાંતિમાં કશાથી ભંગ થતો નથી; મેહ અને તેની ઘટમાળમાં એ ફરી પડતું નથી. એની શક્તિ અને જ્ઞાન છતાં પણ સ સારમાંથી શુદ્ધ થયેલે તે આત્મા, ફરી ભૌતિક સંબંધ બાંધતો નથી.