________________
૨૪૬ દબાઈ જવાથી એટલે વિપાક અને પ્રદેશરૂપ પણએ એમ બને પ્રકારના ઉદયના ઉપશમથી પ્રકટ થયેલ જે જીવસ્વભાવ, તે ઔપથમિક ભાવ છે. તેના બે ભેદ છે. ૧. ઉપશમ સમ્યકત્વ. અને ૨. ઉપશમ ચારિત્ર.
૨. ક્ષાયિક ભાવ–કર્મને અત્યંત ઉચ્છેદ (ક્ષય) થવાથી પ્રકટ થયેલ જીવસ્વભાવ તે ક્ષાયિક ભાવ છે. તેના નવ ભેદ છે. દાન, લાભ, ભેગ, ઉપગ અને વીર્ય. એ પાંચની પૂર્ણલબ્ધિ, તથા ક્ષાયિક સમ્યકત્વ, ક્ષાયિક ચારિત્ર, કેવળજ્ઞાન, અને કેવળદર્શન, એ નવભેદ. આમાં ફક્ત ઘાતિકર્મ સાધિત ક્ષાયિકે લેવાયા છે.
૩. ક્ષાપશસિક ભાવ–ઘાતિકર્મોના પશમથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તે “સાપશમિક ભાવ છે. તેના અઢાર ભેદ છે. દાનાદિ પાંચ લબ્ધિ, ત્રણ અજ્ઞાન, ત્રણ દર્શન, ચાર જ્ઞાન, પશમ સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વ વિરતિ ચારિત્ર, એ અઢાર ભેદ છે. અહિં મતિજ્ઞાન તથા મતિજ્ઞાન, ચુતજ્ઞાન તથા મૃતઅજ્ઞાન, અવધિજ્ઞાન તથા. વિર્ભાગજ્ઞાન અને મન પર્યવજ્ઞાન એમ સાત ભેદ જ્ઞાનાવરણ કમના ૫શમથી સાધિત છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન, એમ ત્રણ ભેદો તે દશનાવરણ કર્મના ક્ષયપશમથી સાધિત છે. પશમ સમ્યક્ત્વ તે દર્શનમેહનીય કર્મના પામથી સાધિત છે. દાન-લાભ–ભેગ–ઉપભેર અને વીર્ય, એ પચે લબ્ધિઓ અંતરાય કર્મના ક્ષપશમથી.